Not Set/ ભાજપમાં ભરતી અભિયાન: કોંગ્રેસની આશા હવે થશે ભાજપની આશા

ગાંધીનગર, હાલ ભાજપમાં ભરતી અભિયાન ચાલુ થઇ ગયું છે, જેમ જેમ લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવતી જશે તેમ તેમ અનેક લોકો પક્ષપલટો કરશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલ આવતીકાલ સુધીમાં ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. લોકસભાની ચૂંટણી પહેલા ઊંઝા કોંગ્રેસનાં ધારાસભ્ય ડો. આશાબહેન પટેલે ગત 2જી […]

Top Stories Gujarat Videos
mantavya 101 ભાજપમાં ભરતી અભિયાન: કોંગ્રેસની આશા હવે થશે ભાજપની આશા

ગાંધીનગર,

હાલ ભાજપમાં ભરતી અભિયાન ચાલુ થઇ ગયું છે, જેમ જેમ લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવતી જશે તેમ તેમ અનેક લોકો પક્ષપલટો કરશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલ આવતીકાલ સુધીમાં ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે.

લોકસભાની ચૂંટણી પહેલા ઊંઝા કોંગ્રેસનાં ધારાસભ્ય ડો. આશાબહેન પટેલે ગત 2જી ફેબ્રુઆરી 2019ના રોજ આશાબેન પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે, તો બીજી તરફ આશાબેન પટેલ આવતીકાલ સુધીમાં ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ છે.

હાલ તો કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો અને સંગઠન આશાબેન પટેલ ના ઘૂંટણિયે પડી હજુ પણ તેમને મનાવવાના પ્રયત્નોમાં વ્યસ્ત બની છે પરંતુ ભાજપની મોટી ઓફરો આશા બેન ઠુકરાવી શકે તેમ નથી.

એક પ્રચલિત કહેવત છે કે લાલચ બુરી બલા હૈ, આ યુક્તિને આશાબેન યથાર્થ કરશે.

આશાબેન પટેલ સાથે થયેલી વાતચીત દરમિયાન તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આજે તેમણે પોતાના કાર્યકરોની એક ઔપચારિક મીટીંગ બોલાવી છે અને તેમાં ભાજપ સાથે જોડાવું કે નહીં તેનો નિર્ણય કરશે પરંતુ સત્ય એ છે કે ભાજપના અગ્રણી-નેતાઓ સાથે છેલ્લા કેટલાક સમયથી તેમનું રાજકીય ઈલુ ઈલુ ચાલતું હતું તેથી આશાબેને ભાજપમાં સામેલ થવાનું મન ક્યારનુય બનાવી લીધું હતું.

સાથે વિરોધ પક્ષમાં રહીને લોકોની સેવા કરતા મેવા મળશે નહીં તેવું વિચારી લીધું હતું રાજકારણમાં આવનાર વ્યક્તિ હંમેશા મહત્વકાંક્ષી હોય છે અને સત્તા વિના મહત્વકાંક્ષા ક્યારેય પૂરી થતી નથી તે આશાબેન સારી રીતે જાણે છે અને તેમની આ મહત્ત્વાકાંક્ષા કોંગ્રેસ પૂરી કરી શકે તેમ નથી.

હાલ ભાજપમાં ભરતી અભિયાન ચાલુ છે હજુ લોકસભા ચૂંટણીઓ પહેલા ધારાસભ્યોનું તોડફોડ અભિયાન હાથ ધરાશે કોંગ્રેસના પાંચ થી છ ધારાસભ્યો ઓબીસી અને પાટીદાર સમાજમાં વર્ચસ્વ ધરાવતા હોય તેવાને ભાજપમાં લાવવાની કવાયત શરૂ થઇ ગઇ છે કોંગ્રેસ પોતાનું ઘર સાચવવામાં નિષ્ફળ નીવડી છે અને હજુ પણ ધારાસભ્ય તૂટી શકે તેવી સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે.