UP Election/ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં, ફિરોઝાબાદમાં આજે અમિત શાહ અને અખિલેશની રેલી

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. ત્યારે આજે અમિતશાહ અને અખિલેશ યાદવ પણ રેલી યોજશે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી બે તબક્કા માટે મતદાન થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કા માટે 20 ફેબ્રુઆરીએ યુપીના 16 જિલ્લાની 59 બેઠકો પર મતદાન થશે.

Top Stories India
amit

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. ત્યારે આજે અમિતશાહ અને અખિલેશ યાદવ પણ રેલી યોજશે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી બે તબક્કા માટે મતદાન થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કા માટે 20 ફેબ્રુઆરીએ યુપીના 16 જિલ્લાની 59 બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાની ચૂંટણી પહેલા બીજેપી અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ આજે ફિરોઝાબાદમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. ફિરોઝાબાદમાં જ્યાં સપા પોતાનો ગઢ બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ફિરોઝાબાદ જિલ્લામાં 20 ફેબ્રુઆરીએ મતદાન થશે અને ચૂંટણી પ્રચાર 18 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.

આ પણ વાંચો:પંજાબના મુખ્યમંત્રી ચન્નીની ટિપ્પણીથી થયો વિવાદ,જાણો ક્યાં નેતાઓએ શું આપી પ્રતિક્રિયા

ભાજપના નેતાઓ વિવિધ વિધાનસભાઓમાં રેલીઓ કરશે. નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય જસરાણા વિધાનસભા મતવિસ્તારના નાગલા ખુયતાન ગામમાં ભાજપના ઉમેદવાર માનવેન્દ્ર પ્રતાપ સિંહ લોધી માટે રેલીને સંબોધિત કરશે. આ પછી ગૃહમંત્રી અમિત શાહ જાહેર સભાને સંબોધિત કરવા આવશે. 9 બેઠકો સાથેનો ત્રીજો તબક્કો દરેક પક્ષ માટે જરૂરી છે.

ભાજપ છેલ્લી વખતનું પ્રદર્શન જાળવી રાખવા માંગે છે જ્યારે સમાજવાદી પાર્ટી પાછલા પરિણામોને પોતાની તરફેણમાં લાવવા માંગે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધને 59માંથી 49 બેઠકો જીતી હતી. સમાજવાદી પાર્ટીને 8 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસ અને બસપાને માત્ર એક-એક સીટ મળી છે. ત્રીજા તબક્કામાં જે 16 જિલ્લામાં ચૂંટણી થવાની છે તેમાંથી 9 જિલ્લા યાદવ પ્રભુત્વવાળા છે.2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ હિન્દુત્વની લહેર પર સવાર હતી, જેનો ફાયદો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

આ વખતે પણ મુસ્લિમ અને હુલ્લડ જેવા શબ્દોના પડઘા બાદ સૌથી વધુ અવાજ હિજાબ પર થઈ રહ્યો છે. ત્રીજા તબક્કામાં યાદવનું પ્રભુત્વ ધરાવતી 30 બેઠકો છે અને આ બેઠકો ફિરોઝાબાદ, કન્નૌજ, મૈનપુરી, ઇટાવા જેવા જિલ્લાઓમાં આવે છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આ મૈનપુરીની કરહાલ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કાકા શિવપાલ યાદવ અખિલેશને જીતાડવા માટે જૂની વાતો ભૂલીને પ્રચાર કરી રહ્યા છે.

આ પણ વાંચો:દેશમાં કોરોનાના કેસમાં વધઘટ સાથે આજે નવા 30 હજારથી વધુ કેસ,541 દર્દીઓના મોત

આ પણ વાંચો: શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 221 પોઈન્ટ વધીને 58217 પર ખુલ્યો