સુરક્ષિત/ બોરવેલમાં પડેલા 4 વર્ષના બાળકને ભારે જહેમત બાહ સુરક્ષિત બહાર કઢાયો

બોરવેલમાંથી હેમખેમ બાળક બહાર નીકાળવામાં આવ્યો

India
borwell બોરવેલમાં પડેલા 4 વર્ષના બાળકને ભારે જહેમત બાહ સુરક્ષિત બહાર કઢાયો

રાજસ્થાનના ઝાલોર જિલ્લાના લાછડી ગામે 4 વર્ષનો બાળક બોરવેલમાં પડી ગયો હતો. જેને  સવારે લગભગ 3.15 ક્લાકે સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. લગભગ 20 કલાકની ભારે મહેનત બાદ બાળકને સલામત બહાર કાઢવામાં આવ્યો હતો . તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો  તેના સ્વાસ્થ્યની તપાસ કર્યા બાદ ડોક્ટર તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી શકે છે.

એસડીઆરએફએ ગુરુવારથી બાળકને કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. એક નળી દ્વારા બાળકને ઓક્સિજન પહોંચાડવામાં આવતો હતો. તે જ સમયે એસડીઆરએફે  દોરડાની મદદથી બાળક સુધી બિસ્કિટ અને પીવા માટે પાણીની બોટલ પહોંચાડી હતી. બોરવેલમાં ફસાયેલા બાળકના વિઝ્યુઅલ પણ બહાર આવ્યા હતા. જેમાં બાળક સલામત મળી આવ્યો હતો. મોડી રાત્રે બચાવ કામગીરી બાદ બાળકને સલામત બહાર કાઢવામાં આવ્યો છે.

લાછડી ગામના ખેડૂત નગરામ દેવાસીના ખેતરમાં બોરવેલ ખોદવામાં આવ્યું હતું જેની ઉંડાઇ 90 ફૂટ હતી. પરંતુ 6 ગુરુવારે સવારે 10 ક્લાકે નાગારામનો 4 વર્ષનો બાળક અનિલ રમતા-રમતા બોરવેલ પાસે આવ્યો હતો અને તેના પર મૂકવામાં આવેલા સાધનો હટાવી  તેમાં જોવા ગયો હતો અને અચાનક તેનો પગ લપસી પડતાં તે બોરવેલમાં પડી ગયો હતો.