Not Set/ આર્થિક પેકેજની જાહેરાત બાદ રાજસ્થાનનાં CM ગેહલોતે PM મોદીનાં કર્યા વખાણ, જાણો શું કહ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટમાં રાષ્ટ્રને સંબોધન કરતાં મંગળવારે રાત્રે 20 લાખ કરોડનાં આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. પીએમ મોદીની ઘોષણા બાદ સ્થાનિક ઉદ્યોગમાં આશાની નવી કિરણ જોવા મળી છે અને ફરી એકવાર અર્થવ્યવસ્થા પાટા પર આવે તેવી સંભાવના છે. વડા પ્રધાનનાં સંબોધન બાદ દેશભરમાંથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, ઘણા દિગ્ગજ નેતાઓએ વડા […]

India
e5aa422650d659128e0476554e9bfdd2 આર્થિક પેકેજની જાહેરાત બાદ રાજસ્થાનનાં CM ગેહલોતે PM મોદીનાં કર્યા વખાણ, જાણો શું કહ્યું
e5aa422650d659128e0476554e9bfdd2 આર્થિક પેકેજની જાહેરાત બાદ રાજસ્થાનનાં CM ગેહલોતે PM મોદીનાં કર્યા વખાણ, જાણો શું કહ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટમાં રાષ્ટ્રને સંબોધન કરતાં મંગળવારે રાત્રે 20 લાખ કરોડનાં આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. પીએમ મોદીની ઘોષણા બાદ સ્થાનિક ઉદ્યોગમાં આશાની નવી કિરણ જોવા મળી છે અને ફરી એકવાર અર્થવ્યવસ્થા પાટા પર આવે તેવી સંભાવના છે. વડા પ્રધાનનાં સંબોધન બાદ દેશભરમાંથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, ઘણા દિગ્ગજ નેતાઓએ વડા પ્રધાનનાં આત્મનિર્ભર ભારત અભિયાનને ટેકો આપ્યો છે. રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે પણ પીએમ મોદીનાં આર્થિક પેકેજનાં વખાણ કર્યા છે.

મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ટ્વીટમાં લખ્યું છે કે, વડા પ્રધાન મોદીએ જાહેર કરેલા આર્થિક પેકેજની પ્રતીક્ષા વધારે હતી. અમે તેનું સ્વાગત કરીએ છીએ. પેકેજની વિગતો આવે ત્યારે જ આપણને જાણવા મળશે કે કયા ક્ષેત્રને ફાયદો થશે. તેમણે કહ્યું, કોરોના સંકટમાં 20 લાખ કરોડનું પેકેજ સારી શરૂઆત છે. હવે જ્યારે બુધવારથી પેકેજ વિશેની વિગતો બહાર આવશે, ત્યારે આપણે જાણી શકીશું કે તેને કેવી રીતે સેક્ટરમાં વહેંચવામાં આવે અને તેની અસર શું હશે. આપણે જાણીશું કે જુદા જુદા ક્ષેત્રોને કેવી રીતે ફાયદો થશે.

મહત્વનું છે કે પીએમ મોદીએ કોરોના સંકટમાં ફરી એક વખત દેશને સંબોધિત કરતી વખતે ઘણી મોટી ઘોષણાઓ કરી હતી. વડા પ્રધાનનાં સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, સતર્ક રહેતા આપણે બચવાનુ છે અને આગળ વધવાનું છે. થાકવુ, હારવું એ ભારતીય માનવીને સ્વીકાર્ય નથી, આપણે આ સામે લડવું પડશે અને આગળ વધવું પડશે. આ અભિયાનમાં પીએમ મોદીએ 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે, જે ભારતનાં જીડીપીનાં 10% છે. આ પેકેજ એવા કામદાર અને ખેડૂત માટે છે કે જે દરેક પરિસ્થિતિ અને ઋતુમાં દેશવાસીઓ માટે મજૂરી કરે છે. સંબોધનમાં પીએમ મોદીએ લોકડાઉનનાં ચોથા તબક્કાની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, લોકડાઉનનો ચોથો તબક્કો, સંપૂર્ણ રીતે નવા રંગરૂપ અને નિયમવાળો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.