Not Set/ કાનપુર: નણંદ -ભાભી લેસ્બિયન હોવાની ફરિયાદ લઈને પતિ ગયો પોલીસના શરણે

કાનપુર  ઉત્તર પ્રદેશના કાનપુર જીલ્લામાં સમલૈંગિક સંબંધનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક માણસે પોતાની પત્નીને લેસ્બિયન કહી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પતિએ આરોપ લગાવ્યો છે કે તેની પત્ની પિત્રાઈ બહેન સાથે સંબંધ બાંધે છે. આ માણસે પોલીસ સ્ટેશનમાં આવીને કહ્યું હતું કે એક દિવસ જયારે તે કામ કરીને ઘરે પાછો આવ્યો ત્યારે તેને […]

Top Stories India Trending
beach dusk girls ocean preview કાનપુર: નણંદ -ભાભી લેસ્બિયન હોવાની ફરિયાદ લઈને પતિ ગયો પોલીસના શરણે

કાનપુર 

ઉત્તર પ્રદેશના કાનપુર જીલ્લામાં સમલૈંગિક સંબંધનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક માણસે પોતાની પત્નીને લેસ્બિયન કહી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પતિએ આરોપ લગાવ્યો છે કે તેની પત્ની પિત્રાઈ બહેન સાથે સંબંધ બાંધે છે.

આ માણસે પોલીસ સ્ટેશનમાં આવીને કહ્યું હતું કે એક દિવસ જયારે તે કામ કરીને ઘરે પાછો આવ્યો ત્યારે તેને પોતાની પત્ની અને પિત્રાઈ બહેનને કઢંગી હાલતમાં જોયા હતા. આ વાત ઉપર તેણે તે બંનેને સમજાવાની કોશિશ કરી હતી. પરંતુ તે બંનેએ આત્મહત્યાની ધમકી આપીને પતિને ચુપ કરવી દીધો હતો.

માત્ર પતિ જ નહી પરંતુ તેના પરિવારજનોએ પણ તે બંનેને સમજાવાની ઘણી કોશિશ કરી અંતે કંટાળીને પતિ પોલીસની શરણે આવ્યો. પોલીસ સ્ટેશન આવીને તેણે પોતાની વ્યથા સંભળાવી.

તમને જણાવી દઈએ કે ૫ મહિના પહેલા જ ફરિયાદીના લગ્ન ફતેહપુરની છોકરી સાથે લગ્ન કર્યા હતા.

લગ્નના થોડા સમય પછી તેના પતિના ધ્યાનબાર પત્નીએ તેના ઘરની નજીક રહેતી પિત્રાઈ બહેન સાથે સંબંધ બનાવી લીધો. જયારે સુપ્રીમ કોર્ટે સમલૈંગિક સંબંધો પર મહત્વનો નિર્ણય આપ્યો ત્યારે તેની પત્ની અને પિત્રાઈ બહેન બંને જાહેરમાં પોતાના સંબંધને સ્વીકારવા લાગ્યા.

પતિના કહેવા પ્રમાણે, જયારે તે કામ પર જાય છે ત્યારે તેની પત્ની પિત્રાઈ બહેન સાથે સમલૈંગિક સંબંધ બનાવે છે. પરિવારજનોની મુશ્કેલી વધી જતા તેમણે આ બંનેને સમાજમાંથી બહિષ્કાર કરવાનું વિચારી રહ્યા છે.

કાનપુરના એસપી પ્રદ્યુમન સિંહે આ મામલા વિશે કહ્યું છે કે, પતિએ પોતાની પત્નીની લેસ્બિયન હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે. કોઈ પણ નિર્ણય પર પહોચતા પહેલા સમલૈંગિકતા પર સુપ્રીમ કોર્ટના ફેંસલાની કાનૂની સલાહ લેવામાં આવશે.

૨૦૦૧માં દિલ્હી હાઈકોર્ટમાં ઉઠાવવામાં આવ્યો હતો આ મુદ્દો

chandigarh chandigarh university hindustan people taking started fe46308e b1a1 11e8 a206 120fd6da8a0d કાનપુર: નણંદ -ભાભી લેસ્બિયન હોવાની ફરિયાદ લઈને પતિ ગયો પોલીસના શરણે

સમલૈંગિકતાનો મુદ્દો સૌથી પહેલા ૨૦૦૧માં એક અસરકારી સંસ્થા નાજ ફાઉન્ડેશન દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા બે વયસ્કો વચ્ચેના સમલૈંગિક સંબંધોને ગુનાની શ્રેણીમાંથી બહાર કરતા તેને ૨૦૦૯માં ગેરકાયદાકીય ઘોષિત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ઐતિહાસિક ચુકાદો અપતા સમલૈંગિકતા સંબંધોને અપરાધ માનવાની IPCની ધારા ૩૭૭ના પ્રાવધાનમાં સુધારો કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દરેક વ્યક્તિને સન્માનભેર જીવવાનો અધિકાર છે અને સમલૈંગિકતા એ અપરાધ નથી”.