Not Set/ જેને પણ પ્રેમ કરો એને શ્રી કૃષ્ણની જેમ પૂર્ણપણે પ્રતિબદ્ધ  (કમિટેડ) રહો

ભગવાન શ્રી કૃષ્ણ સર્વવ્યાપી છે. તે દરેક જગ્યાએ છે અને તો પણ અલિપ્ત છે. તેમને સંસારની કોઈ માયા સ્પર્શતી નથી. તેઓ કર્મમય છે,  જ્ઞાનમય છે. તે વાંસળીધારી પણ છે અને સૂદર્શન ચક્રધારી પણ છે,

Trending Dharma & Bhakti
jio 1 11 જેને પણ પ્રેમ કરો એને શ્રી કૃષ્ણની જેમ પૂર્ણપણે પ્રતિબદ્ધ  (કમિટેડ) રહો

આજે જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ, સૌના પ્યારા પ્રભુ. ભગવાન શ્રી કૃષ્ણ સર્વવ્યાપી છે. તે દરેક જગ્યાએ છે અને તો પણ અલિપ્ત છે. તેમને સંસારની કોઈ માયા સ્પર્શતી નથી. તેઓ કર્મમય છે,  જ્ઞાનમય છે. તે વાંસળીધારી પણ છે અને સૂદર્શન ચક્રધારી પણ છે, તેઓ ગોવર્ધન પર્વત ને પોતાની ટચલી આંગળી પર ઊઠાવી લે છે અને એ જ શ્રી કૃષ્ણ સૂદામાના ચરણોને પોતાના હર્ષાશ્રૂઓથી ભીંજવીને ભાવવિભોર બનાવી દે છે. તેમના અનેક રૂપ છે તો પણ એ એકરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ એક સંપૂર્ણ વ્યક્તિત્વ છે.

વાંસળીધારી

શ્રી કૃષ્ણ ના જન્મ પહેલાં જ તેમને મારી નાખવાની તૈયારીઓ થઈ ગઈ હતી. તેમનો જન્મ તેમને મારવા તત્પર  અનેક પહેરેદારો ની વચ્ચે જેલ ની કાળકોટડમાં થયો હતો. એમના જ મામા દુશ્મન બન્યો હતો. જન્મતા વેંત જ પોતાના માં-બાપ થી અલગ થઈ ફક્ત 11 વર્ષ ની વયે મામા સાથે યુધ્ધ કરવુ પડયું. આટલી નાની ઉંમરે જયાં એમણે પોતાની બાળસહજ લીલાઓ કરીએ ગોકુળને, પ્રાણો થી અધીક ચાહનારા માતા પિતા નંદ-જશોદા અને એમની પ્રિય રાધા નો સંગ પણ છોડવો પડયો. પરંતુ ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી.

અસંખ્ય ઊતાર ચડાવ હોવા છતાં મારા જીવનમાં આટલી તકલીફો કેમ છે કરીને તેઓ કોઈ જન્મકુંડળી બતાવવા નથી ગયા કે એવી કોઈ નોંધ મેં નથી વાંચી. ના કોઈ ઉપવાસ કર્યા, ના ખૂલ્લા પગે કયાંય ચાલવાની માનતા કરી, કે ના કોઈ માતાજી ના ભૂવા પાસે દાણા જોવડાવ્યા.

વાંસળીધારી

અર્જુને જયારે ‘ગાંડીવ’ નાખી દીધું ત્યારે તે ધનૂષ ઊપાડી ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુન વતી લડાઈ નોહતી કરી પરંતુ તેમણે સારથી બની ને અર્જુન ને તેનો ધર્મ યાદ કરાવ્યો. અને ધર્મ ની રક્ષા કરી. બાકી શ્રી કૃષ્ણ ખૂદ એક મહાન યોધ્ધા હતા. તેઓ એકલા હાથે કૌરવોની સેનાને હરાવી શકે એમ હતા, પણ ભગવાને શસ્ત્ર હાથ માં નહોતું પકડયું.

કૃષ્ણ સૌને જેવા છે એવા જ એમને સ્વીકારી લે છે..

એ દ્રૌપદીની વેરની ધારને બુઠ્ઠી કરવાનો પ્રયત્ન નથી કરતા. ‘આંધળાનાં પુત્ર તો આંધળા જ હોય’, એવું કહેતી દ્રૌપદીને એ રોકતા પણ નથી. દ્રૌપદીનું ચીરહરણ થાય છે, ત્યારે જીભ કાબૂમાં રાખવી જોઇતી હતી, એવું ભાષણ પણ નથી આપતા. કૃષ્ણએ દ્રૌપદી સાથેનો પોતાનો સંબંધ પણ એટલી જ પ્રતિબદ્ધતા સાથે નિભાવીને, યુદ્ધ દ્વારા કૌરવો સાથે વેર લેવાનું વચન એમણે પાળ્યું.krishna 1 1 જેને પણ પ્રેમ કરો એને શ્રી કૃષ્ણની જેમ પૂર્ણપણે પ્રતિબદ્ધ  (કમિટેડ) રહો

રાધાને ગણતરીબાજ બનાવવાની કોશિશ નથી કરતા. એમણે રાધાને દિવ્ય પ્રેમ કર્યો. એને મૂકીને આગળ નીકળી ગયા, પણ પરમ પ્રેમની પ્રતિબદ્ધતા પાળી. આજે એમના નામની આગળ પત્ની રુક્મિણીનું નહીં પણ રાધાનું નામ લેવામાં આવે છે. એમણે કાચા તાંદૂલ ખાઇને સુદામા સાથેની  દોસ્તીની પ્રતિબદ્ધતા પાળી.

કર્ણની પ્રતિબદ્ધતા કૌરવો માટે નહોતી; પરંતુ દાનવીર હોવાના પોતાના અહમ માટે હતી. દાનવીર તરીકેની છાપ સાચવી રાખવા એણે કવચ અને કુંડળ દાનમાં ન આપ્યાં હોત તો કૌરવો જીતી ગયા હોત, પણ કૃષ્ણ તો પાંડવોની જીત માટે એટલે કે, ધર્મ માટે પ્રતિબદ્ધ રહ્યા. શસ્ત્ર હાથમાં નહીં પકડવાની પોતાની પ્રતિજ્ઞા એમણે તોડી અને ચક્ર હાથમાં ઊંચકી ભીષ્મને મારવા પણ દોડી ગયા.

krishana 1 જેને પણ પ્રેમ કરો એને શ્રી કૃષ્ણની જેમ પૂર્ણપણે પ્રતિબદ્ધ  (કમિટેડ) રહો

 

કૃષ્ણ ધર્મ માટે પણ એટલા જ પ્રતિબદ્ધ  રહીને,  ગીતાનાં પ્રબોધન થકી, સૌને પાકો ભરોસો આપતા ગયા કે, જ્યારે જ્યારે અધર્મ વધી જશે ત્યારે ત્યારે હું અવતાર લઇશ! આ જન્માષ્ટમી પર તમે પારણું ન ઝુલાવો તો ચાલશે, પણ સંબંધોમાં કૃષ્ણની પ્રતિબદ્ધતા ઉતારજો. કૃષ્ણની જેમ સંબંધોમાં ભરોસો જાળવવા આખેઆખો ગોવર્ધન ઊંચકી લેવો પડે તો ઊંચકી લેજો.

આધ્યાત્મિક / શ્રી કૃષ્ણની વ્રજલીલાનું આધ્યાત્મિક રહસ્ય પણ સમજવા જેવું છે….