નવી દિલ્હી,
જયારે તમે કોઈ બેન્કનું ક્રેડિટ કાર્ડ વાપરી રહ્યા નથી અને તમને અચાનક જ રૂપિયાની જરૂરત પડી છે તો તમે ICICI બેંક પાસેથી ૩૦ દિવસ માટે રૂપિયા ઉધાર તરીકે લઇ શકો છો.
ICICI બેંક તરફથી મળતા આ રૂપિયા માટે તમારે વ્યાજ પણ આપવું પડશે નહિ,અ પરંતુ આ માટે કેટલાક નિયમ અને શરતોનું પાલન તમારે કરવું પડશે.
શું છે paylater ?
ICICI બેન્કની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, paylater એકાઉન્ટ એક ડીજીટલ ક્રેડિટ પ્રોડક્ટ છે. આ એક પ્રકારનું ક્રેડિટ કાર્ડ જ છે જેમાં તમને પહેલા રૂપિયા ખર્ચ કરી શકો છો, ત્યારબાદ પાછા આપી શકો છો.
કેવી રીતે કામ કરે છે paylater ?
paylater હેઠળ તમને ૩૦ દિવસ સુધી વિના કોઈ વ્યાજ વગર ક્રેડિટ અથવા લોન મળતી હોય છે. આ ક્રેડિટ દ્વારા તમે પોતાના બીલ ભરી શકો છો તેમજ ખરીદી કરીને અથવા તો દુકાનદારને UPI આઈડી દ્વારા રૂપિયા ચૂકવી શકો છો.
કેવી રીતે મળશે આ સુવિધા ?
બેંકમાં જણાવ્યા અનુસાર, આ સુવિધા ઇનવાઈટ-ઓનલી બેસિસ પર મળી રહી છે. જેનો મતલબ છે કે, જયારે બેંકને લાગે છે કે, તમને આ સુવિધા આપવી જોઈએ, ત્યારે તેનો પોપ-અપ તમને પોકેટ્સ વોલેટ, iMobile અને ઈન્ટરનેટ બેન્કિંગ એપ પર જોવા મળશે.
કેટલો ચાર્જ વસુલવામાં આવશે ?
આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે બેંક દ્વારા કોઈ પણ પ્રકારનો ચાર્જ વસુલવામાં આવશે નહિ. પરંતુ જયારે તમે ડેડલાઇન સુધી પોતાનું બીલ ભરતા નથી, ત્યારે તમારે લેટ પેમેન્ટ ચાર્જ આપવો પડશે.
આ સુવિધામાં કેટલી લિમિટ છે ?
Paylater એકાઉન્ટ પર તમને ૧૦ હજાર રૂપિયાથી લઇ ૨૫ હજાર રૂપિયા સુધીની ક્રેડિટ મળે છે. જો કે તમને કેટલી રકમ મળશે તે એના પર નિર્ભર કરશે કે બેંકના હિસાબથી તમે કેટલી રૂપિયા લેવા માટે સક્ષમ છો.
રૂપિયા પાછા કેવી રીતે આપશો ?
ICICI બેંક દ્વારા Paylater ક્રેડિટ હેઠળ તમને જે પ રૂપિયા મળ્યા છે તે રકમ પોતાની ડ્યુ ડેટ પર આપમેળે ખાતામાંથી કપાઈ જશે. પરંતુ જો તમારા ખાતામાં રૂપિયા નથી, ત્યારે તમારે પેમેન્ટ ચાર્જ ચૂકવવો પડી શકે છે.