Not Set/ ‘ફાસ્ટેસ્ટ મેન’ યુસૈન બોલ્ટ ફૂટબોલ રમવા જતાં પહેલાં રાખી માત્ર આ માંગ, જાણીને લાગશે નવાઈ

  જમૈકાનાં ઓલમ્પિક એથ્લીટ અને વર્લ્ડ રેકોર્ડ ધરાવનારા યુસૈન બોલ્ટ હવે પોતાનું સપનું પૂરું કરવા માટે ફૂટબોલની રમતમાં ભવિષ્ય અજવાશે. તેઓ ઓસ્ટ્રેલીયન ફૂટબોલ ક્લબ સાથે જોડાવાનાં છે. ફૂટબોલર બનવા માટેનાં પ્રવાસ દરમ્યાન તેમની સાથે કોઈ સ્પેશીયલ વર્તણુક રાખવામાં આવશે નહી, ન કોઈ સ્પેશીયલ રીતે એમને ટ્રીટ કરવામાં આવશે. તેઓની ટ્રેનીંગ એક સામાન્ય ફૂટબોલરની જેમ જ […]

Top Stories Sports
1 630 1120 1 70 fourfourtwo u bolt socceraid ‘ફાસ્ટેસ્ટ મેન’ યુસૈન બોલ્ટ ફૂટબોલ રમવા જતાં પહેલાં રાખી માત્ર આ માંગ, જાણીને લાગશે નવાઈ

 

જમૈકાનાં ઓલમ્પિક એથ્લીટ અને વર્લ્ડ રેકોર્ડ ધરાવનારા યુસૈન બોલ્ટ હવે પોતાનું સપનું પૂરું કરવા માટે ફૂટબોલની રમતમાં ભવિષ્ય અજવાશે. તેઓ ઓસ્ટ્રેલીયન ફૂટબોલ ક્લબ સાથે જોડાવાનાં છે. ફૂટબોલર બનવા માટેનાં પ્રવાસ દરમ્યાન તેમની સાથે કોઈ સ્પેશીયલ વર્તણુક રાખવામાં આવશે નહી, ન કોઈ સ્પેશીયલ રીતે એમને ટ્રીટ કરવામાં આવશે. તેઓની ટ્રેનીંગ એક સામાન્ય ફૂટબોલરની જેમ જ થશે.

ઓસ્ટ્રેલીયાના સેન્ટ્રલ કોસ્ટ મરીનર્સ યુસૈન બોલ્ટના ફૂટબોલર બનવાના સપનાને પૂરું કરવામાં મદદ કરી રહ્યું છે. આ કોન્ટ્રાક્ટ મુજબ ક્લબ સેન્ટ્રલ કોસ્ટ મરીન અનિશ્ચિત સમયગાળા સુધી યુસૈન બોલ્ટને ટ્રેઈન કરશે. યુસૈન બોલ્ટ પોતાની રીતે ગોસફોર્ડ પહોંચશે. જે સિડનીના ઉત્તરમાં 75 કિલોમીટરના અંતરે આવેલું છે અને ત્યાં સુધી પહોચવા માટે તેમને ફક્ત એમ જ ડિમાન્ડ કરી છે, જે છે એક કાળા રંગની ગાડીની.

‘ફાસ્ટેસ્ટ મેન’ યુસૈન બોલ્ટ ફૂટબોલ રમવા જતાં પહેલાં રાખી માત્ર આ માંગ, જાણીને લાગશે નવાઈ

મરીનર્સના મુખ્ય કાર્યકારી શાન માઈલકેંપએ સિડની ડેઈલી ટેલીગ્રાફને જણાવ્યું હતું કે, ‘બોલ્ટની પસંદનો રંગ, કાળો છે.’ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યુસૈન બોલ્ટની આ માંગ સિવાયની બીજી કોઈ માંગ નથી. તેમણે કહ્યું હતું કે, ‘પર્સનલ બોડી ગાર્ડ, ડ્રાઈવર, મસાજ કરનારા કોઈપણની માંગ કરી નથી. ફ્રાન્સનાં બંધ બોટલના પાણીની પણ માંગ એમણે નથી કરી.’

આ સિવાય તેમણે જણાવ્યું હતું કે, યુસૈન બોલ્ટને કોઈ ટોપ રેન્જની ગાડી પણ નથી જોઈતી. એના બદલે કોઈ સાદી ગાડી પણ તેઓ ચલાવી લેશે. ટ્રેનીંગ દરમ્યાન એક વાત નક્કી જ છે કે યુસૈન બોલ્ટ સાથે પણ એ જ રીતે વર્તવામાં આવશે જે રીતે બીજા બધા પ્લેયર સાથે વર્તવામાં આવે છે.

યુસૈન બોલ્ટનાં નામે 11 વર્લ્ડ રેકોર્ડ છે અને તેને દુનિયાનાં સૌથી ઝડપી માણસ તરીકે ગણવામાં આવે છે. નવાઈની વાત એ છે કે હવે તેઓ ફૂટબોલમાં કારકિર્દી બનાવવા જઈ રહ્યા છે.