Not Set/ મહારાષ્ટ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય 4 ઓક્ટોબરથી રાજ્યની શાળાઓ ખુલશે

શિક્ષણ વિભાગે શાળા શરૂ કરવા માટે મુખ્ય પ્રધાનને વિનંતી કરી હતી. આ વિનંતીને રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મંજૂરી આપી છે.

Top Stories
MAHARASHTRA મહારાષ્ટ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય 4 ઓક્ટોબરથી રાજ્યની શાળાઓ ખુલશે

દેશમાં કોરોનાની સ્થિતિ હાલ નિયંત્રણમાં છે,મહારાષ્ટ્રમાં પણ ધીમે ધીમે કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં આવી છે. એક સર્વ મુજબ એન્ટી બોડી પણ રાજ્યમાં વધી છે .કોરોનાના નવા કેસો સામાન્ય વધારો રાજ્યમાં જોવા મળી રહ્યા છે.મહારાષ્ટ્રમાં શાળાઓ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.  રાજ્યની શાળાઓ 4 ઓક્ટોબરથી કાર્યરત થશે. શિક્ષણ વિભાગે શાળા શરૂ કરવા માટે મુખ્ય પ્રધાનને વિનંતી કરી હતી. આ વિનંતીને રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મંજૂરી આપી છે.

કોરોનાના તમામ નિયમોનું પાલન કરીને શાળાઓ શરૂ કરવામાં આવશે. જોકે, હજી સુધી તે જાણી શકાયું નથી કે કયા ધોરણના વર્ગો શરૂ કરવામાં આવશે. અગાઉ, શાળા શરૂ કરવા અંગે વિવિધ સમાચાર આવ્યા હતા, આખરે હવે રાજ્ય સરકારે શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા જણાય છે. એક્ટિવ કેસની સંખ્યા સતત ઘટી રહી છે અને સાજા થતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં લગભગ તમામ સેવાઓ અને વ્યવહારો સરળતાથી ચાલી રહ્યા છે. માત્ર શાળાઓ, કૉલેજો અને મંદિરો બંધ છે. શાળા શિક્ષણ વિભાગે કોરોના નિયંત્રણમાં હોવાથી શાળા શરૂ કરવાના પ્રસ્તાવનો મુસદ્દો તૈયાર કર્યો હતો. આ પ્રસ્તાવ મુખ્યપ્રધાનને મોકલવામાં આવ્યો હતો અને હવે મુખ્ય પ્રધાનેએ તેને મંજૂરી આપી દીધી છે

શિક્ષણ વિભાગ શાળા શરૂ કરતા પહેલા અગાઉ આપેલી માર્ગદર્શિકા તૈયાર કરવા માંગે છે. આ દરમિયાન, શિક્ષણ વિભાગ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે શાળામાં સામાજિક અંતર જાળવવામાં આવે, શિક્ષકો અને સ્ટાફનું રસીકરણ પૂર્ણ થાય, શાળાને સ્વચ્છ કરવામાં આવે અને શાળામાં આરોગ્ય ખંડ બનાવવામાં આવે. શાળા શરૂ કરવા માટે ટાસ્ક ફોર્સ અથવા રાજ્ય સરકારની માર્ગદર્શિકા જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરીને અનુસરવાની છે