Not Set/ રાજસ્થાન : કોંગ્રેસ કાર્યકરો વેંચી રહ્યા છે રાફેલ ડીલના પ્રશ્નો લખેલા પતંગ

કોંગ્રેસ ભાજપને રાફેલ ડીલ મુદ્દે નિશાનો સાધવામાં કોઈ કચાશ બાકી નથી રાખતું. ઉત્તરાયણનો તહેવારને હવે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે. રાજસ્થાનમાં કોંગેસના કાર્યકર દ્વારા અજીબોગરીબ લખાણ પતંગ પર છપાવડાવ્યું છે. તે લોકોએ પતંગમાં રાફેલ ડીલને લઈને ચાર પ્રશ્નો બીજેપી સરકારને પતંગ દ્વારા પૂછ્યા છે.કોંગ્રેસના કાર્યકરોએ આ પ્રશ્નો છાપેલા પતંગ વેંચવાનું ચાલુ કરી દીધું છે. […]

Top Stories India Trending Politics
pat રાજસ્થાન : કોંગ્રેસ કાર્યકરો વેંચી રહ્યા છે રાફેલ ડીલના પ્રશ્નો લખેલા પતંગ

કોંગ્રેસ ભાજપને રાફેલ ડીલ મુદ્દે નિશાનો સાધવામાં કોઈ કચાશ બાકી નથી રાખતું. ઉત્તરાયણનો તહેવારને હવે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે. રાજસ્થાનમાં કોંગેસના કાર્યકર દ્વારા અજીબોગરીબ લખાણ પતંગ પર છપાવડાવ્યું છે. તે લોકોએ પતંગમાં રાફેલ ડીલને લઈને ચાર પ્રશ્નો બીજેપી સરકારને પતંગ દ્વારા પૂછ્યા છે.કોંગ્રેસના કાર્યકરોએ આ પ્રશ્નો છાપેલા પતંગ વેંચવાનું ચાલુ કરી દીધું છે.

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ હાલમાં જ પીએમ મોદીને રાફેલ મામલે ટ્વીટર પર ચાર પ્રશ્નો પૂછ્યા છે. જેમાં એક પ્રશ્ન એવો છે કે ઇન્ડિયન એર ફોર્સને ૩૬ એરક્રાફ્ટને બદલે ૧૨૬ એરક્રાફ્ટ ખરીદવાની શું જરૂર પડી ગઈ ?બીજો પ્રશ્ન એ છે કે આ એક જેટની કિંમત ૫૬૦ કરોડને બદલે ૧૬૦૦ કરોડ રૂપિયા કેમ છે ? ત્રીજા પ્રશ્નમાં અનીલ અંબાની અને HALને લઈને પૂછવામાં આવ્યું છે. ચોથો પ્રશ્ન એ છે કે રાફેલ ડીલની માહિતીની ફાઈલ શા માટે ગોવાના સીએમના બેડરૂમમાં રાખવામાં આવી છે ?

આ ચારેય પ્રશ્નોવાળો પતંગ આ ઉત્તરાયણમાં આકાશમાં ઉડાન ભરશે તો તેમાં કોઈ નવાઈ નહી રહે.