Not Set/ નિંદ્રાધીન સરકાર તેનો અહંકાર છોડીને આંદોલનકારીઓને મળે: પરેશ ધાનાણી

અમદાવાદ: આજે હાર્દિક પટેલના ઉપવાસનો 14મો દિવસ છે. હાર્દિક પટેલના સમર્થનમાં પહેલા દિવસથી જ કોંગ્રેસ તેની સાથે છે. જયારે કોંગ્રેસે આજથી તેના સમર્થનમાં 24 કલાકના ઉપવાસ રાખ્યાં છે. કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી બહાર પરેશ ધાનાણીની આગેવાનીમાં પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યાં છે. ખેડૂતોના દેવા માફી મુદ્દે પાસ કન્વીનર હાર્દિક પટેલ બાદ હવે કોંગ્રેસ દ્વારા પણ […]

Ahmedabad Top Stories Gujarat Trending Politics
Sleeping Government gets its ego and meets Agitators: Paresh Dhanani

અમદાવાદ: આજે હાર્દિક પટેલના ઉપવાસનો 14મો દિવસ છે. હાર્દિક પટેલના સમર્થનમાં પહેલા દિવસથી જ કોંગ્રેસ તેની સાથે છે. જયારે કોંગ્રેસે આજથી તેના સમર્થનમાં 24 કલાકના ઉપવાસ રાખ્યાં છે. કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી બહાર પરેશ ધાનાણીની આગેવાનીમાં પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યાં છે.

ખેડૂતોના દેવા માફી મુદ્દે પાસ કન્વીનર હાર્દિક પટેલ બાદ હવે કોંગ્રેસ દ્વારા પણ ધરણાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત 25 આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા 24 કલાક માટેના ઉપવાસ શરુ કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સીએમ વિજય રૂપાણી CM સાથે મુલાકાત કર્યા બાદ વિધાનસભા વિરોધ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ જાહેરાત કરી હતી કે, ભાજપ સરકારના અહંકાર સામે 24 કલાકનું ઉપવાસ આંદોલન કરશે. દરેક જિલ્લા સ્તરે નેતાઓ તથા કાર્યકરો આ ઉપવાસ આંદોલનમાં જોડાયા છે.

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આ અંગે વાત કરતા જણાવ્યું કે, “કોંગ્રેસના ઉપવાસ પાછળની મુખ્ય માગણીઓ ‘ખેડૂતના દેવા માફી’ અને ‘લોકશાહી બચાવ’ છે. આંદોલન કરવાનો અધિકાર તમામ 18 વર્ણને છે. સરકાર તંત્રનો ઉપયોગ કરી લોકશાહીનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપના રાજમાં ખેડૂત પાયમાલ થયો છે. સમગ્ર દેશમાં ખેડૂતો બેહાલ છે. ખેડૂતોના ઓજાર પર જીએસટી લદાયું છે. ખેડૂતો પર કર વેરો નાંખી ભાજપે મોટું પાપ કર્યું છે.”

ભાજપ સરકાર અહંકારી છે. આંદોલનકારીઓની સાથે સરકાર વાત કરે તેવી અમારી અપીલ છે. હું સરદાર પટેલનો વારસદાર છું તેનું મને ગૌરવ છે. 14 દિવસના ઉપવાસમાં કયા સામ સામા નિવેદન જોયા છે.

આ સાથે તેમણે હાર્દિક પટેલને પણ પોતાનું સ્વાસ્થ્ય જોવા માટે વિનંતી કરી છે. તેની સાથે તેમણે કહ્યું છે કે આંદોલનકારીઓની ઉંમર વધે તેવી ભગવાનને પ્રાર્થના.

ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, નિંદ્રાધીન સરકાર પોતાનો અહંકાર છોડીને આંદોલનકારીઓ સાથે મુલાકાત કરે તેવી અમારી માંગ છે. ભાજપ સરકાર જાતિ અને વર્ગનું વિભાજન કરે છે. સંવેદનહીનતા છોડી ભાજપ સરકાર આંદોલનકારીઓને મળે.

ભાજપ દ્વારા લગાવાયેલા આક્ષેપ અંગે પરેશ ધાનાણીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કહ્યું કે, આંદોલનકારીઓમાંથી ઉભી થયેલી કોગ્રેસ પાર્ટી છે. જે પણ સમાજ પોતાની સમસ્યા લઇ આંદોલન કરશે તો કોગ્રેસ તેને સમર્થન કરશે.