રિલાયંસ Jioનાં ગ્રાહકો માટે કોઇને કોઇ ખાસ સુવિધાઓ સામે આવતી હોય છે પરંતુ હવે Jio એનડ્રોઇડ યુઝર્સ માટે એક ખાસ સુવિધા લાવ્યુ છે. આ પહેલા Jioનાં ગ્રાહકો ફિલ્મ જોવા માટે JioCinema, મ્યુઝિક માટે JioSaavn તો ડેટા ટ્રાંસફર માટે Jio Switch Appનો ઉપયોગ કરતા રહ્યા છે. આ દરેક સુવિધા આજે ફ્રિ માં મળી રહી છે.
તાજેતરમાં દરેક લોકો ગૂગલનો ઉપયોગ કરતા જોવા મળે છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે ગૂગલની જેમ હવે રિલાયંસ Jioએ પણ પોતોની બ્રાઉસર સર્વિસ શરી કરી દીધી છે. Jioની આ એપનું નામ Jio Browser App છે. ખાસ વાત એ છે કે રિલાયંસ Jioની આ એપ માત્ર એડ્રોઇડ યુઝર્સ માટે જ છે.
Jio Browser Appમાં શું છે ખાસ
Jio Browser Appમાં તમને સમાચાર, સર્ચિંગ જેવી ઘણી સેવાઓ મળી રહી છે. ખાસ વાત એ છે કે આ એપનો ઉપયોગ કરવા માટે ગ્રાહકની પાસે Jio કનેક્શનની જરૂર નથી. આ એપનો ઉપયોગ કોઇ પણ એન્ડ્રોઇડ યુઝર્સ કરી શકે છે. આ એપની સૌથી ખાસ વાત એ છે કે, તેની સાઇઝ માત્ર 4.8MB છે. આ એપનાં હોમ પેઝ પર રાજનીતિ, મનોરંજન, ટેકનોલોજી અને રમતથી જોડાયેલાં સમાચાર રહે છે. આ બ્રાઉસરમાં સમાચાર માટે એક વીડિયો સેક્શન પણ છે.
સ્થાનિક ભાષાનો ઉપયોગ કરી શકે છે યુઝર્સ
ખાસ વાત એ છે કે યુઝર્સ માટે આ એપમાં સ્થાનિક સમાચારની પણ એક કેટેગરી આપવામાં આવેલી છે. યુઝર્સ તેની મદદથી સ્થાનિક સમાચારોને વાંચી શકે છે. આપને જણાવી દઇએ કે, Jio Browser App સંપૂર્ણ રીતે ઈંન્ડિયન બ્રાઉસર છે. જેમા હિંન્દી, ગુજરાતી, મરાઠી, બંગાળી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાનો સપોર્ટ આપવામાં આવ્યો છે. જેના માટે યુઝર્સે માત્ર સેટીંગમાં જઇને ભાષાને પસંદ કરવાની રહેશે.