Not Set/ મહેસાણા: રહેણાકના વિસ્તારના બંધ રૂમમાં બ્લાસ્ટ, પોલીસ ઘટના સ્થળે પહોંચી

મહેસાણા મહેસાણાની દેડીયાસણ જીઆઇડીસીમાં રહેણાક વિસ્તારના ગેટ નંબર 1માં રોડ નંબર 7 પર આવેલા એક બંધ બંધ મકાનનાં રૂમમાં અગમ્ય કારણોસર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ રેહણાંક વિસ્તારમાં થવાથી આસપાસના મકાનોને મોટું નુકશાન થયું હતું અને  બ્લાસ્ટ એટલો મોટો થયો હતો કે તેનો અવાજ એક કિલોમીટર ના વિસ્તાર સુધી સંભળાયો હતો. મકાન બંધ હોવાના કારણે, કોઇ […]

Gujarat
4e2921a3 3ea7 4a9d 9fcd bded55119ce8 1 મહેસાણા: રહેણાકના વિસ્તારના બંધ રૂમમાં બ્લાસ્ટ, પોલીસ ઘટના સ્થળે પહોંચી

મહેસાણા

મહેસાણાની દેડીયાસણ જીઆઇડીસીમાં રહેણાક વિસ્તારના ગેટ નંબર 1માં રોડ નંબર 7 પર આવેલા એક બંધ બંધ મકાનનાં રૂમમાં અગમ્ય કારણોસર બ્લાસ્ટ થયો હતો.

બ્લાસ્ટ રેહણાંક વિસ્તારમાં થવાથી આસપાસના મકાનોને મોટું નુકશાન થયું હતું અને  બ્લાસ્ટ એટલો મોટો થયો હતો કે તેનો અવાજ એક કિલોમીટર ના વિસ્તાર સુધી સંભળાયો હતો.

મકાન બંધ હોવાના કારણે, કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ મકાનના સામાનને મોટું નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ બી ડીવીજન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બ્લાસ્ટના કારણ જાણવા અંગેની કામગીરી હાથ ધરી હતી.

મહેસાણામાં ઇન્ચાર્જ પી.આઇ, બી-ડિવિઝનના અધિકારીનું કહેવું છે કે, અમને એક ફોન કોલ આવ્યો હતો જ્યાં જીઆઇડીસીમાં રહેણાક વિસ્તારના ગેટ નંબર 1માં રોડ નંબર 7 પર આવેલા એક બંધ મકાનનાં રૂમમાં અગમ્ય કારણોસર બ્લાસ્ટ થયો છે. અમે તાત્કાલિક અહી આવીને જોયું કે આજુબાજુના મકાનના કાચ તૂટી ગયા હતા અને ઘર જમીનદોસ્ત થઇ ગયું હતું.

કયા કારણોસર મકાનમાં બ્લાસ્ટ થયો છે તે હજુ બહાર નથી આવ્યું. આ સમગ્ર ઘટનાની તપાસ એફએસએલની ટીમ કરી છે તે પછી સમગ્ર ઘટના પરથી પડદો હટી છે. આ બ્લાસ્ટમાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.