GSSSB/ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાને લઈ મહત્વનું અપડેટ

ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ બોર્ડ (GSSSB) તરફથી લેવાતી ગ્રૂપ A અને Bના વિવિધ પદોની ભરતી માટે CCE 2024ની પરીક્ષા લેવાશે. આ પરીક્ષાનું આયોજન 1……

Gujarat Top Stories
Beginners guide to 2024 03 28T101539.753 ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાને લઈ મહત્વનું અપડેટ

Gujarat News: રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે કોલ લેટર આવી ગયા છે. સત્તાવાર વેબસાઈટ પરથી કોલ લેટર ડાઇનલોડ કરી શકાશે.

ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ બોર્ડ (GSSSB) તરફથી લેવાતી ગ્રૂપ A અને Bના વિવિધ પદોની ભરતી માટે CCE 2024ની પરીક્ષા લેવાશે. આ પરીક્ષાનું આયોજન 1 એપ્રિલ થી 8 મે વચ્ચે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. 4 તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. સત્તાવાર વેબસાઈટ gsssb.gujarat.gov.in પરથી ઉમેદવારો કોલ લેટર ડાઇનલોડ કરી શકશે.પરીક્ષા આપવા જઈ રહેલા ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે કે પરીક્ષા હોલમાં પ્રવેશ માટે હોલ ટિકિટ સાથે લાવવી, વેલિડ ફોટો આઈ ડી સાથે રાખવું.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને અન્ય સહિત 5554 વિવિધ પદો માટે ભરતી બહાર પાડી હતી. આ પદો માટે અરજી કરનાર ઉમેદવારો માટે લેખિત પરીક્ષા આપવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કોલ લેટર જાહેર કરાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

આ પણ વાંચો:ભુજમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓ આજથી બે દિવસ બંધ રહેશે, શા માટે લેવાયો નિર્ણય

આ પણ વાંચો:ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો 8 લોકસભા બેઠકો માટે આજથી ઉમેદવારીપત્ર ભરશે