Not Set/ #લોકડાઉન3/ ખોટી અફવાથી ભરમાશો નહીં, અધિરા થશો તે દંડાશો, જોણો કોણે કહ્યું આવું

લોકડાઉનમાં છુટછાટ મામલે ખોટી અફવાઓમાં આવી ભરમાશો નહીં. લોકડાઉન 3 ના કેન્દ્ર સરકાર ના નિર્ણય અને છુટછાટનો પૂર્ણ અમલ કરવામાં આવશે. નગરવાસીઓ એ કોઈ અફવામાં ન આવવા અપીલ કરવામાં આવે છે. લોકડાઉનમાં છુટછાટ મામલે ગુજરાત સરકાર સાથે સંકલન કરી જાહેરનામું બહાર પાડવામાં આવશે. હાલ  સદનસીબે જીલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નથી અને  આગળ પણ એક પણ પોઝિટિવ કેસ ન આવે તેથી જીલ્લા […]

Gujarat Others
e61b336cecf54a1d12843c8a351c9b70 #લોકડાઉન3/ ખોટી અફવાથી ભરમાશો નહીં, અધિરા થશો તે દંડાશો, જોણો કોણે કહ્યું આવું

લોકડાઉનમાં છુટછાટ મામલે ખોટી અફવાઓમાં આવી ભરમાશો નહીં. લોકડાઉન 3 ના કેન્દ્ર સરકાર ના નિર્ણય અને છુટછાટનો પૂર્ણ અમલ કરવામાં આવશે. નગરવાસીઓ એ કોઈ અફવામાં ન આવવા અપીલ કરવામાં આવે છે. લોકડાઉનમાં છુટછાટ મામલે ગુજરાત સરકાર સાથે સંકલન કરી જાહેરનામું બહાર પાડવામાં આવશે. હાલ  સદનસીબે જીલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નથી અને  આગળ પણ એક પણ પોઝિટિવ કેસ ન આવે તેથી જીલ્લા વહીવટી તંત્ર સાવચેત છે. અન્ય જીલમાંથી આવતા દરેક રસ્તા પરની ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાય રહેયું છે અને તે કાર્ય ચાલુ રહેશે. આ શબ્દો છે કલેક્ટર જૂનાગઢનાં અને જૂનાગઢ કલેક્ટરે ટ્વીટ કરી આ મામલે પ્રકાશ પાડતા આ લખ્યું છે. 

જી હા, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન – 3 નો સમયગાળો અને નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે. દેશભરમાં લોકડાઉનનો વધારો અમલી કરી દેવામાં આવ્યો છે, તો સાથે સાથે દેશમાં અમુક શરતોને આધિન લોકડાઉનમાં છુટ પણ આપવામાં આવી છે. કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે દેશનાં જે જીલ્લામાં એક પણ કેસ નથી એટલે કે, જે જીલ્લા ગ્રીન ઝોનમાં આવે છે. તે તમામ જીલ્લા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારની લોકડાઉનમાં છુટ આપવામાં આવી છે.

પરંતુ આ છુટછાટનો અમલ પણ મનઘડત રીતે કરવા દેવામા આવશે નહી. જે જીલ્લા છુટછાટને હકદાર છે તે જીલ્લામાં પણ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી છુટછાટ રાજ્ય સરકારની પરવાનગી પછી જ લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકાર જે તે જીલ્લા કલેક્ટર સાથે સંકલન કરી જીલ્લા વિશે નિર્ણય કરશે અને કલેક્ટર રાજ્ય સરકાર સાથે સંકલન પછી જ છુટછાટ કેવી, કેમ અન કેટલી વિશે માહિતી આપતું જાહેરનામું બહાર પાડશે. કલેક્ટરના જાહેરનામા પ્રમાણે જે તે જીલ્લાને છુટછાટ મળશે.

માટે કોઇ ખોટી ઉતાવળ કરશો નહી. અધિરા થશો તો, તકલિફમાં મુકાશો તે ધ્યાનમાં રાખજો….ઘરમાં રહે સુરક્ષીત રહો અને તમારા પરિવારને પણ સુરક્ષીત રાખો. માક્સ પહેરો અને પહેરવાની સલાહ આપી અગ્રહ રાખો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન