હવામાન/ રાજ્યમાં ઉચકાશે ગરમીનો પારો, હિટવેવની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે. તેની સાથે ફરીથી ગુજરાતમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે

Top Stories Gujarat
lanka 6 રાજ્યમાં ઉચકાશે ગરમીનો પારો, હિટવેવની આગાહી

ગુજરાત રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. તો સાથે ગરમીનો પારો પણ વધવાનું શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે. તેની સાથે ફરીથી ગુજરાતમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે

ગુજરાતમાં આજથી 5 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી પાંચ દિવસમાં 43 ડીગ્રી આસપાસ તાપમાન નોંધાઈ શકે છે. ગઈકાલે ભુજ 42 અને અમદાવાદ 41.9 ડીગ્રી નોંધાયું હતું. ગઈકાલે ગાંધીનગરમાં 41, ડીસા 40.9, કંડલા 41 અને અમરેલીમાં 40.7 ડીગ્રી નોંધાયું હતું.

તેની સાથે અમરેલી રાજકોટ ભાવનગર સહિત હીટવેવની અસર રહેશે. તેની સાથે રાજ્યમાં ગરમીનો પ્રકોપ ધીરે-ધીરે વધવા લાગ્યો છે. પવનની દિશા બદલાતા હિટવેવની આગાહી કરાઈ છે. જ્યારે લોકોને ઘરથી જરૂર પડે તો જ બહાર નીકળવાની હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.

હવામાન ખાતાના રિપોર્ટ પ્રમાણે એપ્રિલ મહિનામાં પૂર્વોત્તર ભારતમાં તાપમાન નોર્મલથી ઉંચું રહેશે. જ્યારે દક્ષિણ તથા મધ્ય ભારતના પૂર્વીય ભાગોમાં નોર્મલથી નીચુ રહેશે. ઉત્તર પૂર્વના દક્ષિણ ભાગોમાં પણ તાપમાન સરેરાશથી નીચુ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે, દેશમાં એપ્રિલ મહિનાનો વરસાદ એકંદરે સામાન્ય રહે તેમ છે છતાં ઉત્તર, મધ્ય અને પૂર્વોતર ભાગોમાં સરેરાશથી ઓછો રહેશે જ્યારે દક્ષિણ ભારત તથા પશ્ચિમ મધ્ય ભારતને સંલગ્ન ભાગો તથા પૂર્વોત્તર ક્ષેત્રોમાં સારો વરસાદ થઇ શકે છે.

હવામાન વિભાગના વડા મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું હતું કે, વેસ્ટર્ન ડીસ્ટર્બન્સનો ઉતર બાજુનો વધુ ઝુકાવ તથા પશ્ર્ચિમી રાજસ્થાનમાં એન્ટી-સાયક્લોનિક સરક્યુલેશનથી તાપમાન વધી ગયું હતું.

હવામાન ખાતા દ્વારા હીટવેવ-અત્યાધિકતાપમાનની સ્થિતિનો સામનો કરવો લોકોને એલર્ટ રહેવા સુચવવામાં આવ્યું છે. ખુલ્લા તાપમાં બહાર નહીં નીકળવા, ખુલતા કપડા પહેરવા વગેરે સલાહ આપવામાં આવી છે. આકરા તાપ-ગરમીની અસરે ડીહાઇડ્રેશન, ડાયેરીયા, ઉલ્ટી, ફૂડ પોઇઝનીંગ જેવી બિમારીની આશંકા રહે છે એટલે ખાનપાનમાં પણ કાળજી રાખવા સૂચવ્યું છે.

IPL 2022/ ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર, IPL દરમિયાન સ્ટેડિયમમાં 50 ટકા દર્શકોને મળશે એન્ટ્રી

IPL 2022/ કોલકાતા અને પંજાબમાં સ્પર્ધા, રબાડાની વાપસી થઈ શકે છે, જાણો સંભવિત પ્લેઈંગ-11