Police case/ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મ પર વિવાદાસ્પદ ટ્વિટ કરતા રામ ગોપાલ વર્મા પર કેસ

એનડીએના રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મ પર વિવાદાસ્પદ ટ્વિટ કરતા ભારે હોબાળો મચ્યો હતો ,આ વિવાદાસ્પદ ટ્વીટના કારણે બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક રામ ગોપાલ વર્મા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે

Top Stories Entertainment
22 4 NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મ પર વિવાદાસ્પદ ટ્વિટ કરતા રામ ગોપાલ વર્મા પર કેસ

મશહુર નિર્માતા રામ ગોપાલ વર્માએ એનડીએના રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મ પર વિવાદાસ્પદ ટ્વિટ કરતા ભારે હોબાળો મચ્યો હતો ,આ વિવાદાસ્પદ ટ્વીટના કારણે બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક રામ ગોપાલ વર્મા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. વર્મા વિરુદ્ધ આઈટી એક્ટ સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મનોજ સિંહે આ કેસ હજરતગંજ કોલવાલી  પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો છે.

રામ ગોપાલ વર્માએ દ્રૌપદી અને પાંડવો પર વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. આ અંગે ભાજપમાં નારાજગી જોવા મળી હતી. વિવાદાસ્પદ ટ્વીટના કારણે રામ ગોપાલ વર્મા કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ભાજપના નેતાઓએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

‘રંગીલા’ અને ‘સત્યા’ જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર રામ ગોલા વર્માએ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ પર ટ્વિટ કર્યું. તેમણે લખ્યું, “જો દ્રૌપદી રાષ્ટ્રપતિ છે તો પાંડવો કોણ છે? અને સૌથી અગત્યનું, કૌરવો કોણ છે?” તેમના ટ્વીટની સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા નિંદા કરવામાં આવી હતી અને વાંધો પણ ઉઠાવવામાં આવ્યો હતો.

કેસ આગળ વધ્યા પછી, ભાજપના નેતાઓ ગુદુર રેડ્ડી અને ટી. નંદેશ્વર ગૌરે હૈદરાબાદના એબિડ્સ પોલીસ સ્ટેશનમાં રામ ગોપાલ વર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તેમણે વર્મા પર લગાવ્યો હતો, તેમણે એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મુર્મુ પર અપમાનજનક ટિપ્પણી કરી છે.