vadodara suicide case/ સોની પરિવારના વધુ એક સભ્યનું મોત, પતિ, પુત્રી અને પૌત્રને ગુમાવનાર દિપ્તીબેન સોનીએ 4 દિવસ બાદ લીધા અંતિમ શ્વાસ

વડોદરા સામૂહિક આપઘાત કેસમાં આજે વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. મૃતક નરેન્દ્ર સોનીના પત્ની દિપ્તી સોનીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. સામૂહિક આપઘાતમાં દિપ્તીબેને પતિ નરેન્દ્રભાઇ પુત્રી રીયા અને પૌત્ર પાર્થને ગુમાવ્યા હતા. આ કેસમાં કુલ 6 લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં 6 પૈકી 4ના મોત થઈ ચૂક્યા […]

Top Stories Gujarat Vadodara
soni સોની પરિવારના વધુ એક સભ્યનું મોત, પતિ, પુત્રી અને પૌત્રને ગુમાવનાર દિપ્તીબેન સોનીએ 4 દિવસ બાદ લીધા અંતિમ શ્વાસ

વડોદરા સામૂહિક આપઘાત કેસમાં આજે વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. મૃતક નરેન્દ્ર સોનીના પત્ની દિપ્તી સોનીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. સામૂહિક આપઘાતમાં દિપ્તીબેને પતિ નરેન્દ્રભાઇ પુત્રી રીયા અને પૌત્ર પાર્થને ગુમાવ્યા હતા. આ કેસમાં કુલ 6 લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં 6 પૈકી 4ના મોત થઈ ચૂક્યા છે અને હજુ 2 લોકો સારવાર હેઠળ છે. દિપ્તીબેનના મૃત્યુ થયાની તેમના પરિવારજનો અને સગા-સંબંઘીઓ સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને તમામ લોકો રડતા જોવા મળ્યા હતા.

soni 1 સોની પરિવારના વધુ એક સભ્યનું મોત, પતિ, પુત્રી અને પૌત્રને ગુમાવનાર દિપ્તીબેન સોનીએ 4 દિવસ બાદ લીધા અંતિમ શ્વાસ

વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સામેની સ્વાતિ સોસાયટીમાં બુધવારે સોની પરિવારના 6 સભ્યોએ કરેલા સામૂહિક આપઘાતના પ્રયાસમાં  ત્રણનાં મોત થતાં સનસનાટી મચી ગઈ હતી. આ કેસમાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે સોની પરિવાર પાસેથી વડોદરા, અમદાવાદ અને રાજસ્થાનના પુષ્કરના 9 જ્યોતિષીએ 32.25 લાખ રૂપિયા વિધી, વાસ્તુદોષ અને જમીનમાંથી ધન કાઢી આપવાના બહાને પડાવી લીધા હતા. અમદાવાદના જ્યોતિષી ઘરમાં ખાડો ખોદી સોનાના સિક્કા ભરેલા તાંબાના બે કળશ કાઢી આપી પરિવારના મોભીને વિશ્વાસમાં લીધા હતા.

ધન ભરેલા બીજા 16 કળશ કઢાવવા મોભીએ જ્યોતિષીને પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીમાંથી રૂપિયા 13.50 લાખ લોન લઇને આપ્યા હતા. આ આખા મામલામાં જ્યોતિષીઓએ ઘરના મોભીને લાલચ આપી ખુલ્લી લૂંટ ચલાવી હતી. જેમા વડોદરાનાં હેમંત જોષીએ રૂા.35 હજાર, અમદાવાદના સ્વરાજ જોષીએ રૂ.13.50 લાખ, બીજા અમદાવાદના જ્યોતિષી પ્રહલાદ જોષીએ રૂ.2 લાખ, અમદાવાદના રાણીપના સમીર જોષીએ રૂ.5 લાખ, રાજસ્થાનનાં પુષ્કરનાં જ્યોતિષીએ રૂ.4 લાખ, વડોદરાના સાહિલ વ્હોરાએ રૂ.3.50 લાખ, અમદાવાદનાં વિજય જોષીએ રૂ.4 લાખ ખંખેરી લીધા હતાં.