ભરૂચ/ કર્લોન એન્ટરપ્રાઇઝમાં લાગી આગ, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા

ભરુચ ખાતે મેટ્રેસ બનાવટી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી છે. આગના ધુમાડા દૂરદૂર સુધી નજરે ચઢી રહ્યા છે.

Top Stories Gujarat Others
b3 કર્લોન એન્ટરપ્રાઇઝમાં લાગી આગ, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા

ભરૂચના ઝઘડિયા GIDCની કંપનીમાં આગની ઘટના બની છે. કર્લોન એન્ટરપ્રાઇઝ કંપનીમાં આગ લાગી છે.  આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા.  બનાવની જાણ થતા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

som 2 3 કર્લોન એન્ટરપ્રાઇઝમાં લાગી આગ, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા

  • ભરૂચઃ ઝઘડિયા GIDCની કંપનીમાં આગ
  • કોરલોન એન્ટરપ્રાઇઝ કંપનીમાં લાગી આગ
  • ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા
  • ફાયર ફાયટરો ઘટના સ્થળે
  • આગ લાગવાનું કારણ હજુ અકબંધ

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે આગ લાગવાનુ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ ઝઘડિયા GIDC અને આસપાસના ફાયરફાઈટર ઘટના સ્થળે આવી પહોચ્યા હતા.  ઘટનામાં હજુસુધી કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર મળ્યા નથી. પંરતુ  આગમાં મોટું નુકશાન થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

b1 કર્લોન એન્ટરપ્રાઇઝમાં લાગી આગ, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા

સવારે 8 વાગ્યાના આસપાસ ફાયર બ્રિગેડને ભીષણ આગનો મેસેજ મળ્યો હતો. અને  ફાયર વિભાગની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ હતી. અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. કર્લોન એન્ટરપ્રાઇઝ લિમિટેડ જે મેટ્રેસ બનાવતી કંપની છે.

b3 1 કર્લોન એન્ટરપ્રાઇઝમાં લાગી આગ, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા

અને તેમાં લાગેલી આગ ના ધુમાડા દૂર દૂર સુધી નજરે ચઢ્યા હતા.  પ્રાથમિક તબક્કે 5 ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા છે જે આગ ઉપ્પર પાણીનો મારો ચલાવી સ્થિતિ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.

som 2 4 કર્લોન એન્ટરપ્રાઇઝમાં લાગી આગ, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા

કર્લોન કંપનીમાંથી કામદારોને સલામત બહાર કાઢી લેવાયા છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ કંપની ખાતે પહોંચી હતી. આગના મામલાની તપાસ માટે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ અને જીપીસીબીની ટિમ પણ પહોંચી રહી છે.

b1 કર્લોન એન્ટરપ્રાઇઝમાં લાગી આગ, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા

ઉલ્લેખનીય છે કે પ્લાન્ટમાં કયા કારણોસર આગ લાગી તેની આ સરકારી વિભાગની ટિમ સ્વતંત્ર તપાસ હાથ ધરસે. બનાવમાં કંપનીના પ્લાન્ટને મોટું નુકસાન પહોંચવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે જયારે મોટી માત્રામાં મટીરીયલ પણ બળીને ખાક થયું છેં .

ગીર સોમનાથ/ ડેમના બે દરવાજા ખોલાયા : વેરાવળ અને તાલાલા તાલુકાના ગામો એલર્ટ પર