Not Set/ સાધ્વી પ્રજ્ઞાનો ખુદ પીએમ મોદીએ કર્યો બચાવ

આતંકવાદના કેસમાં આરોપી રહેલાં સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને ભોપાલથી લોકસભાની ટિકિટ આપવાને લઈ બીજેપી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. સાધ્વીની ઉમેદવારને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી ટિકિટ આપવાને યોગ્ય ઠેરવ્યું છે. તેઓએ કહ્યું કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ જામીન પર બહાર છે. પીએમ મોદીએ એક […]

Top Stories India Trending
gdg 19 સાધ્વી પ્રજ્ઞાનો ખુદ પીએમ મોદીએ કર્યો બચાવ

આતંકવાદના કેસમાં આરોપી રહેલાં સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને ભોપાલથી લોકસભાની ટિકિટ આપવાને લઈ બીજેપી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. સાધ્વીની ઉમેદવારને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી ટિકિટ આપવાને યોગ્ય ઠેરવ્યું છે. તેઓએ કહ્યું કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ જામીન પર બહાર છે.

પીએમ મોદીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કરી. તેઓએ 1984ના શીખ તોફાનો, માલેગાંવ બ્લાસ્ટથી લઈને જસ્ટિસ લોયાના મોત સુધીની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પ્રજ્ઞા ઠાકુરને ભોપાલથી બીજેપી ઉમેદવાર બનાવવા તે લોકો માટે સાંકેતિક ઉત્તર છે જે હિન્દુ સંસ્કૃતિને આતંકવાદી કહે છે.

પીએમ મોદીનું નિવેદન એવા દિવસે આવ્યું છે, જ્યારે પ્રજ્ઞા ઠાકુરે એવું કહીને વિવાદ ઊભો કરી દીધો હતો કે, 26/11 મુંબઈ હુમલામાં આઈપીએસ ઓફિસર હેમંત કરકરેનું મોત એટલા માટે થયું હતું, કારણ કે તેઓએ હેમંત કરકરેને શ્રાપ આપ્યો હતો. કોંગ્રેસ અને બીજી વિપક્ષી પાર્ટીઓએ પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનનો વિરોધ કર્યો, ત્યારબાદ તેઓએ પોતાના આ નિવેદનને એવું કહીને પરત લઈ લીધો હતો કે વિપક્ષીઓને તેનાથી ફાયદો થશે.

મહત્વનું છે કે સાધ્વી પ્રજ્ઞાએ એવું નિવેદન આપ્યું હતું કે સુરક્ષા આયોગના એક સભ્યએ હેમંત કરકરેને બોલાવીને કહ્યું હતું કે, સાધ્વીને છોડી મુકો. પરંતુ કરકરેએ કહ્યું હતુ કે, હું ગમે તે રીતે પુરાવાઓ ભેગા કરીશ અને સાધ્વીને નહીં છોડું. સાધ્વીએ કરકરેને દેશદ્રોહી અને ધર્મવિરોધી ગણાવીને કહ્યું કે તેઓ મને જેલમાં ગંદી ગાળો આપતા હતા અને મે તેને કહ્યું હતુ કે તારો સર્વનાશ થશે અને એમ જ થયું. કરકરે મહારાષ્ટ્ર એટીએસના ચીફ હતા અને આતંકીઓ સામે લડતા શહીદ થયા હતા.માલેગાંવ બ્લાસ્ટમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આરોપી હતા અને તેમના પર અત્યાચાર ગુજાર્યાની વાતો પણ ચર્ચાઇ રહી છે. ત્યારે આ કેસની તપાસ કરકરે પાસે હતી.