india canada issue/ ભારત અને કેનેડા વચ્ચેના તંગ સંબંધોના કારણે વિઝા અરજીમાં ધરખમ ઘટાડો

ભારત અને કેનેડા વચ્ચેના તંગ સંબંધોના કારણે વિઝા અરજીમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો.

Top Stories India
YouTube Thumbnail 2024 02 29T151526.180 ભારત અને કેનેડા વચ્ચેના તંગ સંબંધોના કારણે વિઝા અરજીમાં ધરખમ ઘટાડો

ભારત અને કેનેડા વચ્ચેના તંગ સંબંધોના કારણે વિઝા અરજીમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો. ગત વર્ષે કેનેડાના વડાપ્રધાનના જસ્ટિન ટુડોએ આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતનો આરોપ હોવાનું નિવેદન આપતા બંને દેશ વચ્ચેના સંબંધો વણસ્યા હતા. જેની અસર ભારતીયોને થઈ છે.  ગત વર્ષથી અત્યાર સુધી આ સંબંધોમાં વધુ કોઈ સુધારો થયો નથી. બંને દેશો વચ્ચેના સંઘર્ષની અસર  સાત સમંદર પાર કરીને કેનેડામાં કાયમી ધોરણે સ્થાયી થવાનું સપનું જોતા વિદ્યાર્થીઓને થઈ છે. નવી દિલ્હી અને ઓટાવા વચ્ચેના દ્વિપક્ષીય તણાવની અસર ઇમિગ્રેશન પેટર્ન પર જોવા મળી છે.

આંકડા દર્શાવે છે કે ડિસેમ્બર 2023 માં, કેનેડામાં કાયમી નિવાસ માટે ભારતીયોની અરજીઓની સંખ્યામાં 62 ટકાથી વધુનો ઘટાડો થયો છે. મોટી સંખ્યામાં યુવા ભારતીયો કેનેડામાં સ્થાયી થવાનું સ્વપ્ન જુએ છે. ખાસ કરીને પંજાબ અને ગુજરાતમાં આને લઈને મોટો ક્રેઝ છે. કેનેડા સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ (IRCC)ના ડેટા અનુસાર, આવી અરજીઓની સંખ્યા એક વર્ષ પહેલા એટલે કે ડિસેમ્બર 2022માં 16796 હતી, જે ડિસેમ્બર 2023માં ઘટીને 6329 થઈ ગઈ છે. 2023 ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતીયો દ્વારા અરજીઓમાં ઘટાડાનું વલણ ચાલુ રહ્યું, જે અગાઉના ક્વાર્ટરની તુલનામાં 35735 થી ઘટીને 19579 અરજીઓ પર આવી.

એવું માનવામાં આવે છે કે આ ઘટાડાનું કારણ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ હતો. ગયા વર્ષે 18 સપ્ટેમ્બરે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં આરોપ લગાવ્યો હતો કે 18 જૂને બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારા પાસે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ ભારતીય એજન્ટો અને તેમની વચ્ચે સંભવિત સંબંધો છે. ભારતે કેનેડાના આરોપોને ફગાવી દીધા હતા એટલું જ નહીં તેની સખત નિંદા કરી હતી અને કહ્યું હતું કે જો આ કેસમાં પુરાવા હોય તો તે ભારતને સોંપવામાં આવે, પરંતુ આજદિન સુધી કેનેડા વિશ્વાસપાત્ર આરોપોના પુરાવા સોંપી શક્યું નથી. આ વિવાદ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ખરાબથી ખરાબ થતા ગયા. પહેલા કેનેડાએ ભારતીય રાજદ્વારીને ઓટાવા છોડવાનો આદેશ આપ્યો, ત્યારબાદ ભારતે ઓક્ટોબર 2023માં 41 કેનેડિયન રાજદ્વારીઓને પણ દેશમાંથી હાંકી કાઢ્યા.

કેનેડામાં સ્થાયી થવા માટે ભારતીયોની અરજીઓમાં ભારે ઘટાડા માટેનું એક મુખ્ય પરિબળ એ છે કે ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા નહિવત છે. જાન્યુઆરી 2023 થી સપ્ટેમ્બર 2023 સુધીમાં કુલ 90215 ભારતીયોએ કાયમી ઈમિગ્રેશન માટે અરજી કરી હતી, જે તમામ દેશોમાંથી મળેલી અરજીઓની સૌથી વધુ સંખ્યા હતી. 2022 માં, તમામ દેશોમાંથી અરજીઓની સંખ્યા 426730 હતી, જેમાંથી ભારતમાંથી અરજીઓની સંખ્યા 112107 હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat/ગુજરાતમાં માર્ચના આરંભે ફરી જોવા મળશે ઠંડીની લહેર, અનેક સ્થાનો પર વરસાદની સંભાવના

આ પણ વાંચો: Solar Park-Notice/સોલર પાર્કના ડાયરેક્ટરને ધારીના મામલતદારની નોટિસ

આ પણ વાંચો: Himalayan Region Drought/માત્ર 3 ડિગ્રી વધુ… અને આખો હિમાલય સુકાઈ જશે, વૈજ્ઞાનિકોએ ‘આપત્તિ’ વિશે આપી મોટી ચેતવણી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા