Solar Park-Notice/ સોલર પાર્કના ડાયરેક્ટરને ધારીના મામલતદારની નોટિસ

ધારીના મામલતદારે સોલાર પાર્કના ડાયરેક્ટરને નોટિસ આપી છે. તેમણે સોલર પાર્કના ડાયરેક્ટરને કામ સ્થગિત કરવાની નોટિસ ફટકારી છે. નોટિસ ફટકારવાનું કારણ એ છે કે સોલર પ્લાન્ટની જમીનમાં શરત ભંગ થયો હોવાનું સામે આવ્યું છે.

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 2024 02 29T145349.094 સોલર પાર્કના ડાયરેક્ટરને ધારીના મામલતદારની નોટિસ

અમરેલીઃ ધારીના મામલતદારે સોલાર પાર્કના ડાયરેક્ટરને નોટિસ આપી છે. તેમણે સોલર પાર્કના ડાયરેક્ટરને કામ સ્થગિત કરવાની નોટિસ ફટકારી છે. નોટિસ ફટકારવાનું કારણ એ છે કે સોલર પ્લાન્ટની જમીનમાં શરત ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. બિનખેતી થયેલી જમીનમાં પર્યાવરણના કાયદાનો ભંગ થતો હતો.

આ જમીનની ફાળવણીમાં નિયત કાયદાકીય જોગવાઈઓનો ભંગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આવા બીજા કેટલાય પ્લાન્ટમાં કાયદાકીય જોગવાઈનું પાલન થયું છે કે નહીં તે પણ જોવાનું શરૂ કરી દેવાયું છે. આ અંગે કંપનીએ જણાવ્યું છે કે તેઓ તેમને મળેલી નોટિસને ભ્યાસ કરી રહ્યા છે. તેઓ તેનો સરકારના નિયમોની મર્યાદામાં રહીને કામ કરવા તૈયાર છે. તેઓ જો નિયમોના પાલનમાં કોઈપણ ક્ષતિ રહી ગઈ હશે તો તેને સુધારવાનો પ્રયત્ન કરશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી પોતે સોલર ઉર્જા પર ભાર મૂકી રહ્યા છે અને ગુજરાત પોતે પણ સોલર ઉર્જાના ઉત્પાદનમાં અગ્રણી છે. તાજેતરમાં જ અદાણીએ ગુજરાતનો સૌથી મોટો 551 મેગાવોટનો સોલર પ્લાન્ટ શરૂ કર્યો છે. હવે આ સમયે આ પ્રકારની જોગવાઈઓનો કેટલાક પ્લાન્ટ દ્વારા ભંગ કરવામાં આવી રહ્યો હોવાનું બહાર આવતા સત્તાવાળાઓ સક્રિય બન્યા છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ