Gujarat/ ગુજરાતમાં માર્ચના આરંભે ફરી જોવા મળશે ઠંડીની લહેર, અનેક સ્થાનો પર વરસાદની સંભાવના

ગુજરાતમાં અત્યારે મિશ્ર હવામાન જોવા મળી રહ્યું છે. રાજ્યમાં બદલાતા હવામાનને લઈને ફેબ્રુઆરીના અંત સાથે માર્ચના આરંભે ઠંડી સાથે વરસાદની શકયતા છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 29T143458.451 ગુજરાતમાં માર્ચના આરંભે ફરી જોવા મળશે ઠંડીની લહેર, અનેક સ્થાનો પર વરસાદની સંભાવના

ગુજરાતમાં અત્યારે મિશ્ર હવામાન જોવા મળી રહ્યું છે. રાજ્યમાં બદલાતા હવામાનને લઈને ફેબ્રુઆરીના અંત સાથે માર્ચના આરંભે ઠંડી સાથે વરસાદની શકયતા છે. 1લી માર્ચ અને 2જી માર્ચે રાજ્યના અનેક ભાગોમાં હળવાથી ભારે વરસાદ જોવા મળી શકે છે. કચ્છમાં વધુ વરસાદની સંભાવના સાથે ગાંધીધામ, રાપર અને અબડાસામાં પણ વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે. જ્યારે 3થી 6 માર્ચે દરમ્યાન ફરી રાજ્યમાં ઠંડીનું મોજું જોવા મળી શકે. બનાસકાંઠા અને અંબાજીમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.

રાજ્યમાં અત્યારે સામાન્ય તાપમાન છે. આગામી દિવસોમાં મધ્ય ગુજરાતના ભાગમાં 13-14 ડિગ્રી તાપમાન થઈ શકે જ્યારે રાત્રિનું તાપમાન 7 ડિગ્રી થવાની શક્યતા છે. સામાન્ય રીતે કહેવાય છે કે શિવરાત્રિના સમયથી ઠંડી ઘટે છે. પરંતુ આ વખતે શિવરાત્રિ વખતે ઠંડી પવનો ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું કે ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં માર્ચના આરંભે હળવો વરસાદ જોવા મળી શકે છે. જો કે મધ્યગુજરાત એવા અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પરંતુ વરસાદ જોવા નહિ મળે. અમદાવાદની આસપાસના ગ્રામીણ અને ખુલ્લા વિસ્તારોમાં સામાન્ય વરસાદ જરૂર જોવા મળી શકે છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોએ સાવધ રહેવાની જરૂર છે. દરિયામાં ઉઠતા મોજાંને લઈને તોફાનની સંભાવના દેખાઈ રહી છે. જેને પગલે વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી બફારાના કારણે લોકોએ પંખા શરૂ કરી દીધા છે. એકબાજુ ઠંડી અને બીજી બાજુ ગરમી એમ બેવડી ઋતુના કારણે વધુ પરેશાન જોવા મળી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા