સુપ્રીમ કોર્ટ/ 700 થી વધુ શિક્ષકોના મોત થયા ત્યાં સુધી તમે શું કરતા હતા ? UP સરકાર તેમજ ચૂંટણી પંચની સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી

કોરોના કાળ કેન્દ્ર સરકાર થી લઇ રાજ્ય સરકાર તમામ સુધી ખૂબ જ અઘરો સાબિત થઇ રહ્યો છે. ચૂંટણીટાણે મોટા દાવાઓ કરતી પાર્ટીના નેતાઓ માટે અત્યારે માઈક્રો મેનેજમેન્ટ સાથે કામ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. કોરોના મહામારીની અણધારી

Top Stories India
supreem2 700 થી વધુ શિક્ષકોના મોત થયા ત્યાં સુધી તમે શું કરતા હતા ? UP સરકાર તેમજ ચૂંટણી પંચની સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી

કોરોના કાળ કેન્દ્ર સરકાર થી લઇ રાજ્ય સરકાર તમામ સુધી ખૂબ જ અઘરો સાબિત થઇ રહ્યો છે. ચૂંટણીટાણે મોટા દાવાઓ કરતી પાર્ટીના નેતાઓ માટે અત્યારે માઈક્રો મેનેજમેન્ટ સાથે કામ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. કોરોના મહામારીની અણધારી આફત સામે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર તમામ ના પગલાં ટુકા પડી રહ્યા છે ત્યારે હવે રોજબરોજ કોઈને કોઈ રાજ્ય સરકારને યોગ્ય અને પૂરતા પગલાં ભરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ફટકારવામાં આવતી હોય તેવું નજરે પડી રહ્યું છે. હવે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી બાદ યોગી સરકાર પણ સુપ્રીમ કોર્ટેની ઝપેટમાં ચડી ગયા છે.

કોરોનાનાં સંક્રમણ વચ્ચે ઉત્તર પ્રદેશમાં રવિવારે પંચાયતોની ચૂંટણીની મત ગણતરી યોજાવાની છે. રાજ્યમાં પંચાયતોની ચૂંટણી વખતે 700થી વધુ શિક્ષકોનાં કોરોનાથી મોત થવાનાં મામલે રાજકારણ ગરમાયું છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે રાજ્ય સરકાર તેમજ ચૂંટણી પંચને શરતી મત ગણતરી કરવાની છૂટ આપી છે. તે બદલ સવાલોના ઘેરામાં લીધા હતા તેમજ .કોર્ટે 700થી વધુ શિક્ષકોનાં મોતનાં મામલે  બરાબરની ઝાટકણી કાઢી હતી અને પુછયું હતું કે રાજ્યમાં 700થી વધુ શિક્ષકોનાં મોત થયા ત્યાં સુધી તમે શું કરતા હતા?  કોર્ટે મત ગણતરી કરવા સામે સ્ટે આપવા ઈનકાર કર્યો છે.  બીજી તરફ મત ગણતરીનો બોયકોટ કરવા શિક્ષકો અને કર્મચારી સંગઠનોએ ધમકી આપી છે.

કોર્ટે કહ્યું છે કે કોરોનાનાં નિયમો તેમજ પ્રોટોકોલનું પાલન કરીને મત ગણતરી કરવામાં આવે. કોર્ટે કહ્યું કે મત ગણતરી વખતે કે તે પછી કોઈજાતના વિજય સરઘસ કાઢવા કે રેલી યોજવા પરવાનગી અપાશે નહીં. રાજ્ય ચૂંટણી પંચે કોરોનાનાં પ્રોટોકોલનું પાલન કરાવવા ગેઝેડેટ ઓફિસરની નિયુક્તિ કરવાની રહેશે. ફક્ત અધિકૃત પ્રતિનિધિને જ કાઉન્ટિંગ સ્થળે પ્રવેશ આપવાનો રહેશે.યુપીનાં શિક્ષકો અને કર્મચારી સંગઠનોએ સરકાર તેમજ ચૂંટણી પંચ સામે બગાવત કરી છે, મત ગણતરી 2 મહિના રદ કરવાની માગણી કરી છે અન્યથા મત ગણતરીનો બહિષ્કાર નક્કી છે તેવી ધમકી આપી છે.

sago str 700 થી વધુ શિક્ષકોના મોત થયા ત્યાં સુધી તમે શું કરતા હતા ? UP સરકાર તેમજ ચૂંટણી પંચની સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી