રાજીનામું/ બંગાળમાં ભાજપના આઠ ધારાસભ્યોએ વિધાનસભાની સમિતિઓમાંથી રાજીનામું આપ્યું

વિધાનસભામાં પીએસીના અધ્યક્ષને લઈને તૃણમૂલ કોંગ્રેસ બંગાળમાં જે રીતે રાજકારણ કરી રહી છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ.

India
west bangal બંગાળમાં ભાજપના આઠ ધારાસભ્યોએ વિધાનસભાની સમિતિઓમાંથી રાજીનામું આપ્યું

મંગળવારે પશ્ચિમ બંગાળના ભાજપના આઠ ધારાસભ્યોએ વિધાનસભા સમિતિઓ અને સ્થાયી સમિતિઓના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે.. આ ધારાસભ્યોમાં મિહિર ગોસ્વામી, મનોજ તિગલ અને કૃષ્ણ કલ્યાણી જેવા દિગ્ગજ નેતાઓ પણ સામેલ છે. પક્ષના જણાવ્યા  આ રાજીનામું અસરકારક માનવામાં આવી રહ્યા  છે. ત્યારબાદ રાજકીય હલચલ તીવ્ર બની છે.

ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ  કહ્યું કે અમે અહીં રાજ્યપાલ સમક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કરવા આવ્યા છીએ. તેમણે કહ્યું કે, વિધાનસભામાં પીએસીના અધ્યક્ષને લઈને તૃણમૂલ કોંગ્રેસ બંગાળમાં જે રીતે રાજકારણ કરી રહી છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. તેમણે આરોપ લગાવ્યો કે તૃણમૂલ અહીંયા ભાજપને મત આપનારા 2.28 લાખ લોકોને અલગ પાડવાનો પ્રયાસ કરી રહી છે. અધિકારીએ કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે રાજ્યની પરંપરાઓ તૂટી ગઈ છે.

હકીકતમાં, મંગળવારે વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારના નેતૃત્વમાં વિપક્ષના ધારાસભ્યોના એક પ્રતિનિધિ મંડળ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરને કોલકાતાના રાજભવનમાં મળ્યા હતા. આ દરમિયાન તેમણે પીએસી પ્રમુખને લગતી અનિયમિતતાઓ અંગે રજૂઆત પણ  કરી હતી.