નિર્ણય/ PM મોદીએ 77 મંત્રીઓને આઠ જૂથોમાં વહેંચ્યા,દરેકની જવાબદારી કામગીરીમાં સુધારો કરવાની

મોદી સરકાર યુવા વ્યાવસાયિકોને જોડવાનું, નિવૃત્ત અધિકારીઓ પાસેથી સૂચનો લેવા અને પ્રોજેક્ટ મોનિટરિંગ માટે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું આયોજન કરી રહી છે

Top Stories India
narendra modi 2 PM મોદીએ 77 મંત્રીઓને આઠ જૂથોમાં વહેંચ્યા,દરેકની જવાબદારી કામગીરીમાં સુધારો કરવાની

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર યુવા વ્યાવસાયિકોને જોડવાનું, નિવૃત્ત અધિકારીઓ પાસેથી સૂચનો લેવા અને પ્રોજેક્ટ મોનિટરિંગ માટે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું આયોજન કરી રહી છે. આ ઉપરાંત આઠ અલગ-અલગ જૂથો અન્ય વિવિધ પગલાઓ પર નજર રાખશે. આ જૂથોમાં સમગ્ર મંત્રી પરિષદના સભ્યો હશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 77 મંત્રીઓને ટેક્નોલોજી આધારિત સંસાધનો વિકસાવવા અને તેમની ટીમમાં ભરતી કરવા માટે વ્યાવસાયિકોનો પૂલ બનાવવા માટે આઠ જૂથોમાં વહેંચવામાં આવ્યા છે. મોદી સરકારમાં વધુ પારદર્શિતા, સુધારા અને કાર્યક્ષમતા લાવવા માટે તમામ મંત્રીઓની ઓફિસમાં અન્ય સમાન પહેલો અપનાવવામાં આવશે. દરેક જૂથમાં એક મંત્રીને સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

પ્રધાનોને આઠ જૂથોમાં વિભાજીત કરવાનો નિર્ણય વડા પ્રધાનની આગેવાની હેઠળની સમગ્ર કાઉન્સિલની ચિંતન શિબિરો પછી લેવામાં આવ્યો હતો, જેમાંથી દરેક લગભગ પાંચ કલાક સુધી ચાલ્યો હતો. આવા કુલ પાંચ સત્રો યોજાયા હતા. આમાં વ્યક્તિગત કાર્યક્ષમતા, કેન્દ્રિત અમલીકરણ, મંત્રાલય અને હિતધારકોની કામગીરી, પક્ષ સંકલન અને અસરકારક સંચાર અને સંસદીય કામગીરીનો સમાવેશ થાય છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ પણ છેલ્લા ચિંતન શિવિરમાં ભાગ લીધો હતો.