Not Set/ CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થતાં 14માંથી 13 લોકોના મોત,DNAએ પરિક્ષણથી મૃતદેહની ઓળખ થશે

ભારતીય વાયુસેનાનું એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓનું હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુના નીલગીરી જિલ્લામાં કુન્નુર પાસે ક્રેશ થયું હતું.

Top Stories India
122222 CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થતાં 14માંથી 13 લોકોના મોત,DNAએ પરિક્ષણથી મૃતદેહની ઓળખ થશે

ભારતીય વાયુસેનાનું એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓનું હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુના નીલગીરી જિલ્લામાં કુન્નુર પાસે ક્રેશ થયું હતું. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત, સંરક્ષણ સહાયકો, સુરક્ષા કમાન્ડો અને IAF પાઇલોટ જે હેલિકોપ્ટર ક્રેશ થયું તેમાં સવાર હતા.

સમાચાર એજન્સી ANI દ્વારા સૂત્રોને ટાંકીને નવીનતમ અપડેટ જણાવે છે કે તમિલનાડુમાં સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનામાં સામેલ 14માંથી 13 જવાનોના મોતની પુષ્ટિ થઈ છે. તેણે કહ્યું કે ડીએનએ પરીક્ષણ દ્વારા મૃતદેહોની ઓળખની પુષ્ટિ કરવામાં આવશે.હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા, જેમાં બ્રિગેડિયર એલએસ લિડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંઘ, એનકે ગુરસેવક સિંઘ, એનકે જિતેન્દ્ર કેઆર, એલ/નાઈક વિવેક કુમાર, એલ/નાઈક બી સાઈ તેજા અને હવ સતપાલનો સમાવેશ થાય છે.

દુર્ઘટનાની પુષ્ટિ કરતા, ભારતીય વાયુસેનાએ ટ્વીટ કર્યું, “એક IAF Mi-17V5 હેલિકોપ્ટર, બોર્ડમાં સીડીએસ જનરલ બિપિન રાવત સાથે, આજે તામિલનાડુના કુન્નુર પાસે અકસ્માતનો ભોગ બન્યો. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

જનરલ બિપિન રાવતને લઈ જતું ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુર પાસે ક્રેશ થયું હતું. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ધુમ્મસના કારણે ઓછી વિઝિબિલિટીના કારણે કથિત રીતે આ અકસ્માત થયો હતો. જોકે એરફોર્સે જનરલ રાવતની સ્થિતિ વિશે કોઈ માહિતી આપી નથી. IAFનું Mi-17VH હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને દુર્ઘટનાનું કારણ શોધવા માટે ‘કોર્ટ ઑફ ઇન્ક્વાયરી’નો આદેશ આપવામાં આવ્યો છે. હેલિકોપ્ટરે કોઈમ્બતુર નજીક સુલુર એરફોર્સ બેઝ પરથી ઉડાન ભરી હતી.