સંકટ/ વિશ્વનાં 34 દેશ સુધી પહોંચ્યો Omicron, દ.આફ્રિકામાં રોજ ડબલ થઇ રહ્યા છે કેસ

આજે કોરોનાનાં નવા વેરિઅન્ટ (Omicron) એ સમગ્ર વિશ્વને એકવાર ફરી ભરડામાં લેવાનું શરૂ કરી દીધુ છે. કહી શકાય કે વિશ્વ ઓમિક્રોનનાં ભરડા વચ્ચે રુંધાતુ જોવા મળી રહ્યુ છે.

Top Stories World
Omicron in World
  • ઓમિક્રોનના ભરડા વચ્ચે રૂંધાતું વિશ્વ
  • વિશ્વના 34 દેશ સુધી પહોંચ્યો ઓમિક્રોન
  • સા.આફ્રિકામાં રોજ ડબલ થઇ રહ્યાં છે કેસ
  • USમાં 72 કલાકમાં પોણા ચાર લાખ કેસ
  • જર્મનીમાં 72 કલાકમાં સવા બે લાખ કેસ
  • યુકેમાં 72 કલાકમાં દોઢ લાખથી વધુ કેસ
  • વિશ્વભરમાં બુલેટ સ્પીડે વધતાં એક્ટિવ કેસ
  • હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 2.06 કરોડ
  • ફ્રાન્સમાં રોજ આવી રહ્યાં છે અડધો લાખ કેસ
  • રશિયામાં નોંધાઇ રહ્યો છે સૌથી વધુ મૃત્યુઆંક
  • પોલેન્ડ, નેધરલેન્ડ, બેલ્જિયમમાં પણ ચિંતા
  • તુર્કી-ચેક રિપબ્લિકમાં પણ સતત વધતા કેસ

આજે કોરોનાનાં નવા વેરિઅન્ટ (Omicron) એ સમગ્ર વિશ્વને એકવાર ફરી ભરડામાં લેવાનું શરૂ કરી દીધુ છે. કહી શકાય કે વિશ્વ ઓમિક્રોનનાં ભરડા વચ્ચે રુંધાતુ જોવા મળી રહ્યુ છે. ત્યારે તાજેતરની માહિતી અનુસાર, વિશ્વનાં લગભગ 34 દેશ સુધી ઓમિક્રોન વેરિઅન્ટ પહોંચી ચુક્યો છે.

આ પણ વાંચો – IND Vs NZ / અંતિમ ટેસ્ટ મેચમાં શું છે હવામાન વિભાગની આગાહી? વાનખેડેની પિચ કરી શકે છે ભારતને લાભ

આપને જણાવી દઇએ કે, દક્ષિણ આફ્રિકામાંથી સામે આવેલો કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન હવે દુનિયાનાં લગભગ મોટા ભાગનાં દેશોને ભયનાં ભરડામાં લઇ રહ્યો છે. ત્યારે હવે આ વેરિઅન્ટ વિશ્વનાં 34 દેશ સુધી પહોંચ્યો છે. દક્ષિણ આફ્રિકાથી શરૂ થયેલું આ વેરિઅન્ટ હવે ભારતમાં પણ પહોંચી ગયું છે. એટલું જ નહીં, આ વેરિઅન્ટનો ફેલાવો ડેલ્ટા વેરિઅન્ટ કરતાં અનેક ગણો વધારે છે. ડેલ્ટા વેરિઅન્ટને કારણે ભારતમાં બીજી લહેર આવી હતી. ચાલો જાણીએ કે ઓમિક્રોન અત્યાર સુધી કયા દેશોમાં દસ્તક આપી ચૂક્યું છે અને ડેલ્ટાથી તે કેટલું જોખમી છે. જણાવી દઇએ કે, દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનનાં રોજ ડબલ કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે આ વધી રહેલા કેસ પણ ચિંતામાં વધારો કરી રહ્યા છે. અમેરિકાની વાત કરીએ તો છેલ્લા 72 કલાકમાં કોરોનાનાં પોણા ચાર લાખ નોંધાયા છે. વળી જર્મની અને UK માં છેલ્લા 72 કલાકમાં અનુક્રમે સવા બે અને દોઢ લાખથી વધુ કેસ નોંધાયા છે. આ વાયરસની ગતિ પણ પહેલા કરતા વધી રહી છે. વિશ્વભરમાં બુલેટ સ્પીડે એક્ટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે, ઓમિક્રોનનો સૌથી પહેલો કેસ 24 નવેમ્બરનાં રોજ સામે આવ્યો હતો. ત્યારે આ નવા વેરિઅન્ટ ત્યાર બાદ વિશ્વમાં હાહાકાર મચી ગયો છે.

આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, માવઠાની અસરને પગલે વધી ઠંડી

નવેમ્બર 24: દક્ષિણ આફ્રિકા અને બોત્સ્વાનામાં પ્રથમ કેસ નોંધાયા
નવેમ્બર 26: વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ પ્રકારનું નામ ‘ઓમિક્રોન’ રાખ્યું. તે વધુ ચાર દેશો નેધરલેન્ડ, ઈઝરાયેલ, હોંગકોંગ અને બેલ્જિયમમાં ફેલાઈ ગયું.
નવેમ્બર 27: ઑમિક્રોન ઑસ્ટ્રેલિયા, ચેક રિપબ્લિક, ઇટાલી, જર્મની અને યુકેમાં પણ દસ્તક.
નવેમ્બર 28: ઓમિક્રોન વધુ બે દેશો, ડેનમાર્ક અને ઑસ્ટ્રિયા પહોંચ્યુ
નવેમ્બર 29: કેનેડા, સ્વીડન, સ્પેન અને સ્વિટ્ઝર્લેન્ડમાં પણ આ વેરિઅન્ટથી સંક્રમિત લોકો જોવા મળ્યા હતા.
નવેમ્બર 30: ફ્રાન્સ, જાપાન અને પોર્ટુગલમાં પણ ઓમિક્રોન-સંક્રમિત કેસોની પુષ્ટિ થઈ.
01 ડિસેમ્બર: આ વેરિઅન્ટ નવ વધુ દેશોમાં ફેલાયો. તેમાં સાઉદી અરેબિયા, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, યુએસએ, નોર્વે, આયર્લેન્ડ, ઘાના, નાઇજીરીયા, યુએઈનો સમાવેશ થાય છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે..