Not Set/ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, માવઠાની અસરને પગલે વધી ઠંડી

રાજ્યમાં શિયાળાની શરૂઆત સાથે કમોસમી વરસાદે પણ દસ્તક દીધી છે. રાજ્યનાં અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદનાં કારણે હવે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. 

Top Stories Gujarat Others
ઠંડીનો ચમકારો
  • રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ
  • માવઠાની અસરને પગલે વધી ઠંડી
  • વહેલી સવારે પવન સાથે ઠંડીનો ચમકારો
  • 15.0 ડિગ્રી લઘુ.તાપમાન સાથે રાજકોટ ઠંડુગાર
  • આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર

રાજ્યમાં શિયાળાની શરૂઆત સાથે કમોસમી વરસાદે પણ દસ્તક દીધી છે. રાજ્યનાં અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદનાં કારણે હવે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે.

આ પણ વાંચો – IND Vs NZ / અંતિમ ટેસ્ટ મેચમાં શું છે હવામાન વિભાગની આગાહી? વાનખેડેની પિચ કરી શકે છે ભારતને લાભ

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં પાટનગર ગાંધીનગર સહિત ઘણા જિલ્લાઓમાં લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. મેટ્રો સિટી અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં આજે પારો જોરદાર રીતે ગગડ્યો હતો. હવામાન વિભાગનાં કહેવા મુજબ લઘુત્તમ તાપમાનમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. લઘુત્તમ તાપમાન હજુ પણ ઘટી શકે છે. વળી જો ગુરુવારની વાત કરીએ તો સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી 93 તાલુકામાં માવઠું થયુ છે. જેમા સૌથી વધુ ડભોઈ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ડભોઇ તાલુકામાં 14 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉપરાંત બોડેલી-તિલકવાડા તાલુકામાં 1-1 ઇંચ વરસાદ અને અન્ય 90 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદથી મગફળી, રવીપાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે. વળી આજે એટલે કે શુક્રવારનાં રોજ પણ કમોસમી વરસાદની આગાહી છે. દરમિયાન રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 48 કલાક વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે. વળી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજથી તાપમાનમાં ઘટાડો થશે. આ કારણોસર 3 ડિસેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી અને અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.