કર્મચારી આંદોલન/ ભવનાથમાં ખોદેલા ખાડાઓમાં સિંહોના પડી જવાનો ભય : 4 સાવજોની લટાર

વણ કર્મીઓની હડતાલ થી વન્ય જીવો મુશ્કેલીમાં , દામોદર કુંડથી અશોક શીલા લેખ સુધીના માર્ગ પર બે સિંહબાળ સહીત ચાર સાવજો લટાર મારવા નીકળ્યા હતા, જો આ મોટા ખાડાઓમાં સિંહબાળ ખાબકે તો શું સ્થિતિ સર્જાય

Gujarat Others
વ૬ 3 ભવનાથમાં ખોદેલા ખાડાઓમાં સિંહોના પડી જવાનો ભય : 4 સાવજોની લટાર

સિંહો એટલે કે જંગલના રાજા આ જંગલના રાજા હવે જંગલ છોડીએ ને રેવન્યુ વિસ્તાર તરફ આવી ચડતા હોય છે ખાસ કરીને વન કર્મીઓ હડતાલ પર છે જેને લઈને સિંહના જીવ પર જોખમ જજૂમી રહ્યું છે. ભવનાથમાં હાલ દામોદરકુંડ આગળ ભૂગર્ભ ગટરના લીધે એક સાઈડનો આખો રોડ ખોદી નાખવામાં આવ્યો છે, અનેક સ્થળે મોટા મોટા ખાડાઓ છે, આવામાં ગતરાતે બે સિંહબાળ સહીત ચાર સાવજનોએ આ રોડ પર લટાર મારી હતી, જેનાથી સિંહબાળ ખાડામાં પડી જવાનો ખતરો ઉભો થયો છે.

ગતરાતે દામોદર કુંડથી અશોક શીલા લેખ સુધીના માર્ગ પર બે સિંહબાળ સહીત ચાર સાવજો લટાર મારવા નીકળ્યા હતા, જો આ મોટા ખાડાઓમાં સિંહબાળ ખાબકે તો શું સ્થિતિ સર્જાય તેની કલ્પના ન કરી શકાય આ અંગે સિંહપ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે, સિંહોની લટારનો વધુ એક કિસ્સો ગતરાતે મોબાઈલમાં કેદ થયો હતો.

વ૬ 4 ભવનાથમાં ખોદેલા ખાડાઓમાં સિંહોના પડી જવાનો ભય : 4 સાવજોની લટાર

બીજી બાજુ જ્યારે પણ સિંહો રોડ ઉપર આવી જતા હોય છે અથવા તો રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોય છે ત્યારે વન વિભાગ નો સ્ટાફ તેના રહેતો હોય છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી કર્મીઓની હડતાલ શરૂ છે જેને લીધે સીહોની સુરક્ષા પર સવાલ થાય છે ગત રાત્રે જે ઘટના બનતા અટકી તેનું કારણ છે કે જો આ સ્થળ પર સિહોની રખેવાળી કરતાં વનકર્મીઓ સ્થળ ઉપર હોય તો સિંહો આ રૂટ પર ન જાય પરંતુ ભૂગર્ભ ગટરના કામો ચાલુ છે અને તેના ઉપરથી સિંહો રસ્તો પસાર કરતા જોવા મળ્યા હવે જોવાનું રહ્યું કે વંદર્મીઓની આ હડતાલ ક્યારે સમેટાં છે અને ક્યારે સિંહો સુરક્ષિત થશે તેવા સવાલો હાલ ઊભા થયા છે.

છેલ્લા ઘણાં સમયથી ગુજરાત રાજ્ય વન રક્ષક અને વનપાલ કર્મચારી મંડળ ગુજરાત સરકાર સામે પોતાના ગ્રેડપે વધારાને લઈને માંગણીઓ કરી રહ્યું છે. તેમજ તેમના એલાઉન્સ અંગે પણ લાંબા સમયથી માંગણી કરી હતી પણ તેનું નિરાકરણ આવ્યું નથી. જયારે આજ રોજ ફરીથી મોટી સંખ્યામાં વનરક્ષકો અને વનપાલ પોતાની માંગણીઓ સાથે ગાંધીનગરમાં બહુ મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણી પર એકઠા થયા છે. વનરક્ષક અને વનપાલો દ્વારા આજે ગાંધીનગરમાં ક્લેકટરને તેમજ હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સને ૪ માંગણીઓ ને લઈને આવેદનપત્ર આપીને પોતાની માંગણી ન સંતોષાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની સરકારને ચીમકી આપી છે.

વનરક્ષક અને વનપાલની આ છે ચાર માંગણીઓ.
૧ . વનરક્ષકને ૨૮૦૦ ગ્રેડ પે અને વનપાલને ૪૨૦૦ ગ્રેડ પે આપો
૨ . રજા પગાર , pta, ડ્રેસ આર્ટીકલ , વોશિંગ એલાઉન્સ અને અન્ય મળવા પાત્ર તમામ ભથ્થા આપો .
૩ . ભરતી અને બઢતીનો રેશિયો ૧:૩ કરો.
૪ . નોકરીનો સમયગાળો ફિક્સ કરો.