Not Set/ Video: કચ્છ યુનિ.માં ABVP ના કાર્યકરોએ પ્રોફેસર પર શાહી ફેંકી કેમ્પસમાં ફેરવ્યા

ભૂજ : કચ્છના શિક્ષણ જગતને કલંકિત કરતી એક ઘટના કચ્છ યુનિવર્સિટીમાં બની હતી જેના કારણે કચ્છની સાથે રાજયના શિક્ષણ આલમમાં સનસનાટી પ્રસરી ગઈ છે. યુનિવર્સિટી સેનેટની ચૂંટણીની સ્નાતક મતદાર યાદીમાંથી મનસ્વી રીતે નામો કપાતાં વિરોધ કરવા આવેલા અખિલ ભારતિય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરો ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હતા. એબીવીપીના કાર્યકારોએ ચૂંટણી અધિકારી અને કેમેસ્ટ્રી […]

Top Stories Gujarat Others Trending Videos
ABVP activists threw Inks throws on the professor In Kutch University campus

ભૂજ : કચ્છના શિક્ષણ જગતને કલંકિત કરતી એક ઘટના કચ્છ યુનિવર્સિટીમાં બની હતી જેના કારણે કચ્છની સાથે રાજયના શિક્ષણ આલમમાં સનસનાટી પ્રસરી ગઈ છે. યુનિવર્સિટી સેનેટની ચૂંટણીની સ્નાતક મતદાર યાદીમાંથી મનસ્વી રીતે નામો કપાતાં વિરોધ કરવા આવેલા અખિલ ભારતિય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરો ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હતા. એબીવીપીના કાર્યકારોએ ચૂંટણી અધિકારી અને કેમેસ્ટ્રી વિભાગના વડા ગિરીન બક્ષીને માર મારી તેમના મોઢા પર શાહી જેવો કાળો કેમિકલ પદાર્થ ફેંકી તેમને સમગ્ર યુનિવર્સિટીમાં ફેરવતાં શિક્ષણ આલમમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ મામલે પોલીસ દ્વારા એફઆઈઆર નોંધીને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

કચ્છ યુનિ.ની સેનેટ ચૂંટણી માટે જાહેર કરાયેલી નવી મતદાર યાદીમાં અનેક મતદારોના નામ મનસ્વી રીતે બાકાત કરાયાંના આક્ષેપ સાથે ABVPના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. એબીવીપીના કાર્યકરો ‘એ’ બ્લોકમાં આવેલ કેમેસ્ટ્રી ભવનમાં ધસી આવ્યા હતા. અહી તેમણે ભવનના વડા ગિરીન બક્ષીને તેમની ચેમ્બરમાંથી બહાર કાઢી ધોલધપાટ કર્યા બાદ તેમના ચહેરા પર કાળો પદાર્થ ફેંકી તેમને નીચે પાડી દીધા હતા.

ચૂંટણી અધિકારી ગિરીન બક્ષીના ચહેરા પર કાળો ડામર જેવો ઘટ્ટ પ્રવાહી પદાર્થ છાંટી મોઢું કાળું મેંશ કરી નાખ્યું હતું જેના કારણે શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી હતી. ચૂંટણી અધિકારી ગિરીન બક્ષીની સાથે આવું કૃત્ય કર્યા પછી એબીવીપીના કાર્યકરોએ બક્ષીને તેમની સાથે કેમ્પસમાં ફેરવી વીસીની કચેરીએ લઈ ગયા હતા. એબીવીપીના આવા વિરોધ કાર્યક્રમને લઈને સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પૂર્વ સેનેટ સભ્યો આજે ધરણા યોજી વિરોધ કરશે

કચ્છના શિક્ષણ જગતને કલંકિત કરતી આ ઘટના અંગે પૂર્વ સેનેટ મેમ્બર રમેશ ગરવા અને દિપક ડાંગર આજે કલેકટર કચેરી સામે 2 કલાક પ્રતિક ધરણા યોજી વિરોધ દર્શાવવામાં આવશે. આ ઘટનાથી શિક્ષણપ્રેમીઓને મોટો ઝટકો લાગ્યો છે ત્યારે આ દિવસને કાળા દિવસ તરીકે મનાવી જવાબદારો સામે કડક પગલાંની માંગ કરાશે. આ ધરણામાં કચ્છના અગ્રણી શિક્ષણવિદ્દો અને શિક્ષણપ્રેમીઓ જોડાશે તેવો દાવો કરાયો હતો.