Botad News/ ક્ષત્રિય વિવાદની અસરઃ બોટાદમાં ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનનું રાજીનામુ

પરશોત્તમ રૂપાલાનો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. બોટાદના પાળિયાદ ગામે ગઇકાલે યોજાયેલી ભાજપની મોદી પરિવાર સભામાં બોટાદ તાલુકાના ભાજપના મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે જાહેરમાં ભાષણ આપતા આપતા રાજીનામુ આપી દીધુ હતુ. તેમના રાજીનામાના પગલે પક્ષમાં સોપો પડી ગયો છે.

Gujarat Others Trending Breaking News
Beginners guide to 44 ક્ષત્રિય વિવાદની અસરઃ બોટાદમાં ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનનું રાજીનામુ

બોટાદઃ પરશોત્તમ રૂપાલાનો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. બોટાદના પાળિયાદ ગામે ગઇકાલે યોજાયેલી ભાજપની મોદી પરિવાર સભામાં બોટાદ તાલુકાના ભાજપના મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે જાહેરમાં ભાષણ આપતા આપતા રાજીનામુ આપી દીધુ હતુ. તેમના રાજીનામાના પગલે પક્ષમાં સોપો પડી ગયો છે.

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને રાજીનામુ આપ્યું હોવાનું તેઓએ જાહેર સભામાં જણાવ્યું હતું. બોટાદ જિલ્લા ભાજપ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર જિલ્લામાં પ્રદેશ ભાજપના આગેવાનો તેમજ જિલ્લા ભાજપના આગેવાનોની હાજરીમાં મોદી પરિવાર સભા યોજાઈ રહી છે.

તેના ભાગરૂપે ગઇકાલે રાત્રે બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે જિલ્લા ભાજપના મહામંત્રીઓની હાજરીમાં મોદી સભા યોજવામાં આવી હતી. આ મોદી સભામાં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી વિજય ખાચરે રૂપાલાના નિવેદનના વિરોધમાં જાહેરમાં પ્રવચન કરીને ક્ષત્રિય સમાજને સમર્થન આપીને જાહેરમાં ભાજપમાંથી રાજીનામુ આપતા પક્ષમાંથી ખળભળાટ મચી ગયો છે.

પાળિયાદ ગામે ભાજપની સભામાં ભાષણ આપતા વિજય ખાચરે જણાવ્યું હતું કે પ્રવર્તમાન સંજોગોમાં ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ છે. રૂપાલા સાહેબ દ્વારા ક્ષત્રિય સમાજનું જે અપમાન કરવામાં આવ્યું છે તેનાથી ક્ષત્રિય સમાજ નારાજ છે. હું ભાજપમાં 20 વર્ષથી કામ કરી રહ્યો છું. મતનો અધિકાર મળ્યો ત્યારથી હું ભાજપનો કાર્યકર છે. આજે મારે મારા સમાજ સાથે રહેવાની ફરજ પડી છે. આના પગલે હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી રાજીનામુ આપું છું. હું એવું ઇચ્છું છું કે આ વિષયનો સુખદ અંત આવે તે માટે હું ભાજપ હાઇકમાન્ડને પ્રાર્થના કરું છું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓનલાઈન શોપિંગ માટે ચેતવણીરૂપ કિસ્સો, સ્વિગી ડિલીવરી બોયનું કારસ્તાન CCTVમાં થયું કેદ

આ પણ વાંચો:પતંજલિ કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અમાનુલ્લાહની કઠોર ટિપ્પણી સામે પૂર્વ ન્યાયાધીશોએ દર્શાવી નારાજગી

આ પણ વાંચો:વસુંધરા રાજે અને અશોક ગેહલોત ચૂંટણીમાં દીકરાઓના મતવિસ્તાર સુધી જ દેખાયા

આ પણ વાંચો:હરિયાણા બાદ દિલ્હીમાં બસ અકસ્માત દુર્ઘટના, માંડ માંડ બચ્યો બાળકોનો જીવ