Attack On Hindus/ ભારતીય ‘થાનેદારે’ અમેરિકામાં રહેતા હિંદુઓ વિશે જણાવ્યું સત્ય, કોંગ્રેસમાં રજૂ કર્યો ઠરાવ

આ ઠરાવ(પ્રસ્તાવ)માં જણાવાયું છે કે અમેરિકામાં હિંદુઓનું સકારાત્મક યોગદાન હોવા છતાં હિંદુ-અમેરિકનો તેમના વારસા અને પ્રતિકો વિશે સ્ટીરિયોટાઇપ્સ અને…………

World Trending
Beginners guide to 2024 04 12T145828.658 ભારતીય ‘થાનેદારે’ અમેરિકામાં રહેતા હિંદુઓ વિશે જણાવ્યું સત્ય, કોંગ્રેસમાં રજૂ કર્યો ઠરાવ

USA News:  અમેરિકામાં સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં હિંદુઓનું નોંધપાત્ર યોગદાન હોવા છતાં હિંદુઓ વિરુદ્ધ નફરત સતત વધતી જઈ રહી છે. અમેરિકામાં હિંદુઓ અને હિંદુ ધર્મના યોગદાનને ટાંકીને એક અગ્રણી ભારતીય-અમેરિકન ધારાશાસ્ત્રીએ ‘હિંદુફોબિયા’, હિંદુ વિરોધી ધર્માંધતા, નફરત અને અસહિષ્ણુતાની નિંદા કરતો ઠરાવ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રજૂ કર્યો છે. કોંગ્રેસ(સંસદ)ના સભ્ય શ્રી થાનેદાર દ્વારા રજૂ કરાયેલ પ્રસ્તાવને ગૃહની દેખરેખ અને જવાબદારી સમિતિને મોકલવામાં આવ્યો છે.

આ ઠરાવ(પ્રસ્તાવ)માં જણાવાયું છે કે અમેરિકામાં હિંદુઓનું સકારાત્મક યોગદાન હોવા છતાં હિંદુ-અમેરિકનો તેમના વારસા અને પ્રતિકો વિશે સ્ટીરિયોટાઇપ્સ અને ખોટી માહિતીનો સામનો કરે છે. તેઓ શાળા અને કોલેજ કેમ્પસમાં ઉત્પીડન, ભેદભાવ, નફરત અને પૂર્વગ્રહથી પ્રેરિત ગુનાઓનો સામનો કરે છે. ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) ના હેટ ક્રાઇમ આંકડાકીય અહેવાલો પ્રમાણે, મંદિરો અને હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેમજ તેમના વિરૂદ્ધ ધિક્કારના ગુનાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

અમેરિકાએ 1900 થી વિશ્વના તમામ ભાગોમાંથી 4 મિલિયનથી વધુ હિંદુઓનું સ્વાગત કર્યું છે, જેમાં વિવિધ જાતિ, ભાષા અને વંશીય પૃષ્ઠભૂમિના હિંદુઓનો સમાવેશ થાય છે. ઠરાવમાં લખ્યું છે કે, અમેરિકી અર્થતંત્રના દરેક પરિમાણમાં અને દરેક ઉદ્યોગમાં હિંદુ-અમેરિકનોના યોગદાનથી દેશને ઘણો ફાયદો થયો છે.




whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડોક્ટર બન્યો હેવાન….200થી વધુ મહિલાઓ સાથે માણ્યું અકુદરતી સેક્સ

આ પણ વાંચો:ભારત સરકાર સૈન્ય કૂટનીતિઓને લઈ સજ્જ, આ દેશોએ કર્યા અબજો રૂપિયાના રક્ષા સોદા

આ પણ વાંચો:44 વર્ષ પહેલા લુપ્ત ગણાતો ‘ જાવાન વાઘ’ પરત આવ્યો, હવે તેની હાજરી આશ્ચર્યચકિત