Not Set/ અર્જૂન તેંડુલકરની બોલિંગ સામે દિલ્હીના બેટ્સમેનોના થયા નાકામ, ઉડાવી લીધા હોશ

નવી દિલ્હી, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જૂને રાજધાની દિલ્હીમાં રમાઈ રહેલી અન્ડર-૧૯ કૂચ બિહાર ટ્રોફીમાં પોતાની ચમક બતાવી છે. અર્જૂન તેંડુલકરે પોતાની ઘાતક બોલિંગના સહારે દિલ્હીની ટીમના ૫ બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. અન્ડર-૧૯ કૂચ બિહાર ટ્રોફીમાં મુંબઈની ટીમ તરફથી રમતા અર્જૂન તેંડુલકરે આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જ્યાં ૯૮ રન આપીને ઘાતક બોલિંગ […]

Trending Sports
અર્જૂન તેંડુલકરની બોલિંગ સામે દિલ્હીના બેટ્સમેનોના થયા નાકામ, ઉડાવી લીધા હોશ

નવી દિલ્હી,

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જૂને રાજધાની દિલ્હીમાં રમાઈ રહેલી અન્ડર-૧૯ કૂચ બિહાર ટ્રોફીમાં પોતાની ચમક બતાવી છે. અર્જૂન તેંડુલકરે પોતાની ઘાતક બોલિંગના સહારે દિલ્હીની ટીમના ૫ બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

arjun tendulkar
sports-arjun-tendulkar-grabs-5-wickets-u-19-cooch-behar-trophy-delhi

અન્ડર-૧૯ કૂચ બિહાર ટ્રોફીમાં મુંબઈની ટીમ તરફથી રમતા અર્જૂન તેંડુલકરે આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જ્યાં ૯૮ રન આપીને ઘાતક બોલિંગ કરતા ૫ વિકેટ પોતાના નામે કરી હતી.

મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં મુંબઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા ઓપનર બેટ્સમેન દિવ્યાંશની બેવડી સદીના સહારે ૪૫૩ રન બનાવ્યા હતા. ત્યારબાદ ત્રીજા દિવસના અંત સુધી દિલ્હીની ટીમે ૯ વિકેટના નુકશાને ૩૯૪ રન બનાવ્યા હતા. જેમાં પાંચ વિકેટ અર્જૂન તેંડુલકરે ઝડપી હતી.

r6q0jcpo arjun tendulkar અર્જૂન તેંડુલકરની બોલિંગ સામે દિલ્હીના બેટ્સમેનોના થયા નાકામ, ઉડાવી લીધા હોશ
sports-arjun-tendulkar-grabs-5-wickets-u-19-cooch-behar-trophy-delhi

અર્જૂન તેંડુલકરની વાત કરવામાં આવે તો, તેની ગણના એક સારા ઓલરાઉન્ડર તરીકે થાય છે. જો કે હાલમાં જ અર્જૂન ભારતીય ટીમ જયારે શ્રીલંકાના પ્રવાસે ગઈ હતી ત્યારે તે પણ આ ટીમનો સભ્ય હતો, પરંતુ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો.