Not Set/ રાજકોટ: મગફળી ખરીદીમાં ખેડૂતોને પડી રહી છે મુશ્કેલી, ખેડૂતોમાં ભારે નારાજગી

રાજકોટ, રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રાજકોટ પ્રથમ નંબરે છે. જિલ્લાના 11 સેન્ટરો પર 1404 ખેડૂતોની 28,500 ક્વિન્ટલ મગફળીની ખરીદી થઇ ચૂકી છે. આ ખરીદીમાં એકતરફ ઠેર-ઠેર વિવિધ પ્રશ્નો ઉદભવી રહ્યા છે અને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે બીજીતરફ રાજકોટ […]

Top Stories Gujarat Rajkot
mantavya 139 રાજકોટ: મગફળી ખરીદીમાં ખેડૂતોને પડી રહી છે મુશ્કેલી, ખેડૂતોમાં ભારે નારાજગી

રાજકોટ,

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રાજકોટ પ્રથમ નંબરે છે. જિલ્લાના 11 સેન્ટરો પર 1404 ખેડૂતોની 28,500 ક્વિન્ટલ મગફળીની ખરીદી થઇ ચૂકી છે.

આ ખરીદીમાં એકતરફ ઠેર-ઠેર વિવિધ પ્રશ્નો ઉદભવી રહ્યા છે અને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે બીજીતરફ રાજકોટ શહેરમાં પ્રથમ દિવસ બાદ કોઈ પણ મુશ્કેલી વિના મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે.

જેને પગલે સમગ્ર રાજ્યમાં મગફળીની ખરીદીમાં રાજકોટ પ્રથમ નંબરે ચાલી રહ્યું છે. સૌથી વધુ 3129 કવીન્ટલ મગફળીની ખરીદી ધોરાજી તાલુકામાંથી કરવામાં આવી છે.

કુંવરજી બાવળિયાનો ગઢ ગણાતા વીંછિયા તાલુકામાં સૌથી ઓછા ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે. રાજકોટ તાલુકામાં કુલ 161 ખેડૂતોની જ્યારે વીંછીયા તાલુકામાં માત્ર 59 ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવી છે.

સૌથી વધુ 3129 કવીન્ટલ મગફળીની ખરીદી ધોરાજી તાલુકામાંથી કરવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે, આગામી 3 મહિના સુધી મગફળી ખરીદીની પ્રક્રિયા ચાલનાર છે. અને જિલ્લાના 25000 ખેડૂતો આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.