ગુજરાત/ અમદાવાદમાં ટ્રાફિક પોલીસે રક્ષાબંધનની કરી અનોખી ઉજવણી, જે પકડાયા તેમને…

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે એક ખાસ રીતે આ રક્ષાબંધનનાં તહેવારની ઉજવણી કરી છે. જણાવી દઇએ કે, કોરોનાકાળે ભલે લોકોને દુઃખી કરી દીધા છે…

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદ
  • અમદાવાદમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી,
  • શહેર ટ્રાફિક પોલીસની અનોખી પહેલ, 
  • નિયમોનો ભંગ કરનારને બંધાય છે રાખડી,
  • ટ્રાફિકનાં નિયમોનું પાલન કરાવવાની અનોખી પહેલ

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે એક ખાસ રીતે આ રક્ષાબંધનનાં તહેવારની ઉજવણી કરી છે. જણાવી દઇએ કે, કોરોનાકાળે ભલે લોકોને દુઃખી કરી દીધા છે, પરંતુ આપણા તહેવારો આ દુઃખને ખુશીમાં ફેરવી જ દે છે. આજે ભાઇ અને બહેનનો પવિત્ર રક્ષાબંધનનો તહેવાર છે, જેની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જો અમદાવાદની વાત કરીએ તો અહી પણ લોકો આ પવિત્ર તહેવારને ખૂબ ઉલ્લાસથી ઉજવી રહ્યા છે. વળી અમદાવાદનાં ટ્રાફિક પોલીસ પણ આ તહેવારની અનોખી રીતે ઉજવણી કરતા જોવા મળ્યા છે.

1 197 અમદાવાદમાં ટ્રાફિક પોલીસે રક્ષાબંધનની કરી અનોખી ઉજવણી, જે પકડાયા તેમને...

આ પણ વાંચો – આરોપી ઝડપાયો /  સોશિયલ મીડિયાની અનસોશિયલ વાત, મહિલાઓને શિકાર બનાવતો આરોપી પોલીસના સંકજામાં

આપને જણાવી દઇએ કે, આજે રક્ષાબંધનનાં તહેવારમાં અમદાવાદની ટ્રાફિક પોલીસે એક અનોખી પહેલ કરી છે. શહેરમાં ટ્રાફિક પોલીસે આઝનાં દિવસમાં જે પણ લોકોએ ટ્રાફિકનાં નિયમનો ભંગ કર્યો છે તેને પકડીને તેમને રાખડી બાંધી છે. અમદાવાદનાં સારંગપુર ચાર રસ્તા પાસે તૈનાત મહિલા ટ્રાફિક પોલીસે આ અનોખી પહેલ દ્વારા સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ. જો કે અહી આ મહિલા ટ્રાફિક પોલીસ રાખડી બાંધવાની સાથે સંદેશ પણ આપી રહ્યા છે કે, આગળથી ટ્રાફિકનાં નિયમોનું પાલન કરો. મંતવ્ય ન્યૂઝા જ્યારે પોલીસ અધિકારી સાથે આ અંગે જ્યારે વાત કરી ત્યારે તેમણે કહ્યુ કે, આ કરવા પાછળ નું અમારો ઉદ્દેશ છે કે, પોલીસ અને જનતા વચ્ચે સુમેળ રહે, સારી રીતે ટ્રાફિકનું નિયમન થાય, લોકો ખોટી રીતે ટ્રાફિક જામ ન કરે. વળી પોલીસ અધિકારીએ એ પણ કહ્યુ કે, જે ટૂ વ્હીલર વાહન ચલાવનાર છે તેઓ હેલ્મેટ પહેરે અને જે ફોર વ્હીલર ચલાવનાર છે તેઓ ફરજિયાત સીટ બેલ્ટ પહેરે.

1 198 અમદાવાદમાં ટ્રાફિક પોલીસે રક્ષાબંધનની કરી અનોખી ઉજવણી, જે પકડાયા તેમને...

આ પણ વાંચો – Political / PM મોદીએ ટ્વિટર પર ભાવનાત્મક સંદેશ લખીને UP નાં પૂર્વ CM કલ્યાણ સિંહને આપી અંતિમ વિદાય

ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધન ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે. ભારતના મુખ્ય તહેવારની અંદર રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે છોકરીઓનું વધારે મહત્વ હોય છે. દેશના દરેક ખુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવાવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે. ઉત્તર ભારતની અંદર કંજરી-પૂર્ણિમાના નામથી ઉજવાય છે ત્યાં પશ્ચિમમાં આને નારિયેળ પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, રાજસૂય યજ્ઞ  વખતે ભગવાન શ્રીકૃષ્ણને દ્વોપદીએ રક્ષા સ્વરૂપે પોતાના પાલવમાંથી કપડુ ફાડીને બાંધ્યું હતું, આ બાદથી જ રક્ષાબંધનની શરૂઆત થઇ હતી. રક્ષાબંધનના દિવસે અભ્યાસ શરૂ કરવાને શુભ માનવામાં આવ્યું છે.