Political/ PM મોદીએ ટ્વિટર પર ભાવનાત્મક સંદેશ લખીને UP નાં પૂર્વ CM કલ્યાણ સિંહને આપી અંતિમ વિદાય

ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનનાં રાજ્યપાલ કલ્યાણ સિંહનું લાંબી માંદગી બાદ શનિવારે નિધન થયું હતુ.

Top Stories India
કલ્યાણ

ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનનાં રાજ્યપાલ કલ્યાણ સિંહનું લાંબી માંદગી બાદ શનિવારે નિધન થયું હતુ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત તમામ મોટા નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો – politicas / ઇડીની કાર્યવાહી બાદ કર્ણાટકના ધારાસભ્યોએ કહ્યું લિસ્ટ બનાવીને મુસ્લિમ નેતાઓને પરેશાન કરવામાં આવે છે

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ભાવનાત્મક સંદેશ લખીને કલ્યાણ સિંહને અંતિમ વિદાય આપી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, દેશે એક સક્ષમ નેતા ગુમાવ્યા છે. તેમણે લખ્યું કે, કલ્યાણસિંહે પોતાનું નામ સાર્થક કર્યું અને આખી જિંદગી લોક કલ્યાણનાં કાર્યો કર્યા. વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે, તેઓ કલ્યાણ સિંહનું સપનું પૂરું કરશે. ભગવાન રામ કલ્યાણ સિંહને તેમના ચરણોમાં સ્થાન આપે. તેમણે લખ્યું કે, કલ્યાણ સિંહનાં અંતિમ દર્શન થયા, જેઓ જીવનભર લોકકલ્યાણ માટે સમર્પિત હતા. તેમના પરિવારનાં સભ્યોને મળ્યા. ભગવાન શ્રી રામ તેમના પરિવારનાં સભ્યોને આ મોટી ખોટ સહન કરવાની શક્તિ આપે.

પ્રધાનમંત્રી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે રવિવારે લખનઉ જવા રવાના થયા અને સીધા મોલ એવન્યુ ખાતેનાં દિગ્ગજ નેતાનાં નિવાસસ્થાને ગયા, જ્યાં તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી અને સ્વર્ગસ્થ નેતાનાં પરિવારનાં સભ્યો સાથે લગભગ 25 મિનિટ વાત કરી. વડાપ્રધાન બાદમાં એરપોર્ટ પર ગયા અને દિલ્હી પરત ફર્યા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કર્યું. વહેલી સવારે બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતી પણ પૂર્વ મુખ્યમંત્રીનાં નિવાસસ્થાને પહોંચ્યા હતા અને દિવંગત આત્માને પુષ્પાંજલિ અર્પી હતી. કલ્યાણ સિંહનાં પાર્થિવ દેહને હવે બે કલાક માટે વિધાનસભા ભવન લઈ જવામાં આવશે જ્યાં ધારાસભ્યો અને મંત્રીઓ તેમને શ્રદ્ધાંજલિ આપશે.

આ પણ વાંચો – અફઘાનિસ્તાન / તાલીબાન મહિલાઓને સેક્સ સ્લેવ બનાવી રહ્યું છે, ખરાબ રસોઈ બનાવવા બદલ જીવતી સળગાવી દેવામાં આવે છે

આ પછી, મૃતદેહને ભાજપનાં રાજ્ય મુખ્યાલયમાં લઈ જવામાં આવશે જ્યાં પક્ષનાં કાર્યકરો દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપશે. બાદમાં બપોરે કલ્યાણ સિંહનો મૃતદેહ અલીગઢ લઈ જવામાં આવશે, જ્યાં તેમના પાર્થિવ શરીરને સ્ટેડિયમમાં રાખવામાં આવશે જેથી લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી શકે. સોમવારે બુલંદશહેરનાં નરોરા ઘાટ પર અંતિમ સંસ્કાર થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મૃતદેહ સાથે અલીગઢ જશે.