ગમખ્વાર અકસ્માત/ બેંગ્લોરમાં ઇલેક્ટ્રિક પોલ સાથે કાર અથડાતા 7 લોકોના કરુણ મોત

બેંગ્લોરમાં માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં ડીએમકે ધારાસભ્ય વાય પ્રકાશનો પુત્ર…

Top Stories India
મોત

ભારતમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. તેમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તેવામાં ફરી એક વાર  બેંગ્લોરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં 7 લોકોના મોત નીપજ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં ડીએમકે ધારાસભ્ય વાય પ્રકાશનો પુત્ર કે સાગર છે. કોરમંગલામાં મધ્યરાત્રીએ 1.45 વાગ્યે એક સ્પીડિંગ કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે કાર ઉડી ગઈ. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. જેમાં ચાર પુરુષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. આ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. આ સાથે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:સામંતશાહી દેશના કોઈ ખૂણે હજુ સુસુપ્ત અવસ્થામાં જિંદા છે?

જણાવવામાં આવી રહ્યું છે કે ડીએમકેના ધારાસભ્ય વાય. પ્રકાશનો 28 વર્ષનો પુત્ર કે.સાગર પણ હતો. વાય પ્રકાશ તામિલનાડુના હોસૂરથી ધારાસભ્ય છે.જ્યારે મૃતકોમાંથી એક કેરળનો છે.

આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની ઉંમર વધારે નહોતી. તેમાંથી એક હરિયાણાનો અને એક કેરળનો રહેવાસી પણ હતો. અકસ્માતમાં જે લોકોએ જીવ ગુમાવ્યો તેમાં કરુણા સાગર, બિંદુ (28), ઇશિતા (21), ડો.ધનાસુ (21), અજય ગોયલ, ઉત્સવ અને રોહિત (23) નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:વૈજ્ઞાનિકોનો દાવો – ઓક્ટોબર -નવેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેર ચરમસીમાએ પહોંચી શકે છે

પોલીસના જણાવ્યા અનુસાર, કાર ઓડી Q3 હતી. જેમાં સાત લોકો સવાર હતા. સ્પીડિંગ કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ. જેમાં કારમાં બેઠેલા છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.

પોલીસે જણાવ્યું કે ટક્કર એટલી જોરદાર હતી કે કાર ઉડી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાછે. સાથે જ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: પહેલી લહેરનું રોલમોડલ ત્રીજી લહેર માટે એપી સેન્ટર ??

આ પણ વાંચો: બંગાળમાં ધારાસભ્ય તન્મય ઘોષની ટીએમસીમાં ઘરવાપસી કરતાં ભાજપને વધુ એક ફટકો

આ પણ વાંચો: ભાજપ અને શિવસેના વચ્ચે ટકરાવ વધ્યો શિવસેનાના સાંસદને ઇડીની નોટિસ

આ પણ વાંચો:જન્માષ્ટમીના દિવસે મુસ્લિમ પરિવારના ત્યાં બાળક જન્મયો તો તેનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું