Not Set/ પી.એસ.આઈ. કે.ડી રાવલ પર થયો જીવલેણ હુમલો, સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ

સુરત, રાજયમાં પોલીસ પણ સલામત નથી તેવું સુરતમાં પી.એસ.આઈ. પર થયેલા હુમલા પરથી કહીં શકાય છે. એરપોર્ટ પર ફરજ બજાવતા PSI પર જીવલેણ હુમલો થયો છે. મળતી માહિતી મુજબ આ PSI કે.ડી.રાવલ જમવા માટે રાધેક્રિષ્ના નામની રેસ્ટોરન્ટમાં ગયા હતા. જ્યાં કેટલાક અજાણ્યા ઇસમો જાહેરમાં જોરશોરથી અપશબ્દો બોલતાં હતા. જેથી આ PSI કે.ડી.રાવલે તેમના ટોક્યા હતા […]

Top Stories
a0177796 90dd 444a a60a 9a7ab6db891e પી.એસ.આઈ. કે.ડી રાવલ પર થયો જીવલેણ હુમલો, સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ

સુરત,

રાજયમાં પોલીસ પણ સલામત નથી તેવું સુરતમાં પી.એસ.આઈ. પર થયેલા હુમલા પરથી કહીં શકાય છે. એરપોર્ટ પર ફરજ બજાવતા PSI પર જીવલેણ હુમલો થયો છે. મળતી માહિતી મુજબ આ PSI કે.ડી.રાવલ જમવા માટે રાધેક્રિષ્ના નામની રેસ્ટોરન્ટમાં ગયા હતા.

જ્યાં કેટલાક અજાણ્યા ઇસમો જાહેરમાં જોરશોરથી અપશબ્દો બોલતાં હતા. જેથી આ PSI કે.ડી.રાવલે તેમના ટોક્યા હતા અને જાહરેમાં ગાળગાળી નહીં કરવા માટે સૂચન આપ્યું હતું. જ્યાં અજાણ્યા ઇસોમો રોષે ભરાયા હતા અને  PSI કે.ડી.રાવલ પર જીવલેણ હુમલો કરી નાખ્યો હતો.

PSI પર હુમલો થતાં તેમને ગંભીર ઇજા પહોચી હતી. જેને લઇને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે  કાયદાનો કોણ પણ જાતનો ડર રાખ્યા વગર આ અજાણ્યા શખ્સો PSI પર હુમલો કરીને ફરાર થઇ ગયા હતા.

ત્યારે હવે PSI કે.ડી.રાવલ પર હુમલો કરનાર અજાણ્યા શખ્સો વિરુદ્ઘ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.