Not Set/ ઓવૈસીએ ટ્રેનમાં ભગવાન શીવ માટે સીટ રિસર્વ કરવા પર ઉઠાવ્યા સવાલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં હતા. અહીંથી તેઓ કાશી મહાકાલ એક્સપ્રેસથી રવાના થયા. આ ટ્રેન કાશી વિશ્વનાથથી લોકોને મહાકાલેશ્વરનાં દર્શન કરાવવા લઇને જશે. પરંતુ હવે તે વિશે રાજકારણ શરૂ થઈ ગયું છે. કારણ બન્યુ છે ભગવાન શિવ માટે આ ટ્રેનમાં સીટ રાખવી. એઆઈએમઆઈએમ ચીફ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર પર […]

Top Stories India
Owaisi1 ઓવૈસીએ ટ્રેનમાં ભગવાન શીવ માટે સીટ રિસર્વ કરવા પર ઉઠાવ્યા સવાલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં હતા. અહીંથી તેઓ કાશી મહાકાલ એક્સપ્રેસથી રવાના થયા. આ ટ્રેન કાશી વિશ્વનાથથી લોકોને મહાકાલેશ્વરનાં દર્શન કરાવવા લઇને જશે. પરંતુ હવે તે વિશે રાજકારણ શરૂ થઈ ગયું છે. કારણ બન્યુ છે ભગવાન શિવ માટે આ ટ્રેનમાં સીટ રાખવી. એઆઈએમઆઈએમ ચીફ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) ને એક ટ્વીટ મોકલ્યું છે.

ઓવૈસીએ ન્યૂઝ એજન્સીનાં એક ટ્વિટને રીટ્વીટ કરીને પીએમઓને ટેગ કર્યા છે. આ ટ્વિટ દ્વારા તેમણે બંધારણની પ્રસ્તાવના શેર કરી છે. જણાવી દઈએ કે બંધારણની પ્રસ્તાવનામાં બધા ધર્મોનાં લોકો સાથે સમાન રીતે વર્તે તેવું લખ્યું છે. ઓવૈસીએ પીએમ મોદીને બંધારણની યાદ અપાવતા પ્રસ્તાવનાનો ભાગ ‘અવસરની સમાનતા’ ને ‘ટ્વિટર પર પોસ્ટ કર્યુ છે. તેમણે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની પંક્તિ પોસ્ટ કરી. ઓવૈસીએ વડા પ્રધાનને ટ્વીટ દ્વારા તમામ ધર્મોનાં લોકોની સાથે સમાન વર્તન કરવા જણાવ્યું છે. આપને જણાવી દઇએ કે, અગાઉ ઓવૈસીએ નાગરિક સુધારણા કાયદા, નાગરિક રાષ્ટ્રીય રજિસ્ટર અંગે પણ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા.

આપને જણાવી દઈએ કે કાશી-મહાકાલ એક્સપ્રેસ બે રાજ્યોનાં ત્રણ જ્યોતિર્લિંગની યાત્રા કરાવશે. આ ટ્રેન ઈંદોર નજીક ઓમકારેશ્વર, ઉજ્જૈનમાં મહાકાલેશ્વર અને વારાણસીમાં કાશી વિશ્વનાથને જોડશે. ટ્રેનમાં ભગવાન શિવ માટે સીટ અનામત રાખવાના નવા વિચાર બાદ, રેલ્વે પ્રશાસન વિચારણા કરી રહ્યું છે કે એક સીટ ભગવાન શિવ માટે કાયમી ધોરણે ટ્રેનમાં રાખવી જોઈએ. ઉત્તરી રેલ્વે અનુસાર કાશી મહાકાલ એક્સપ્રેસનાં કોચ નંબર બી 5 ની સીટ નંબર 64 ભગવાન માટે ખાલી કરવામાં આવી હતી. સીટ પર એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે, જેથી લોકોને ખબર પડે કે આ બેઠક ભગવાન મહાકાલ માટે અનામત છે. અઠવાડિયામાં ત્રણ વખત દોડતી આ ટ્રેન ભક્તિભાવથી નરમ અવાજમાં સંગીત વગાડશે અને દરેક કોચમાં બે ખાનગી રક્ષકો હશે અને મુસાફરોને શાકાહારી ભોજન પીરસવામાં આવશે. આ ઉપરાંત મુસાફરોને આવકારવા માટે ભગવા- પીળા કપડા ધારણ કરેલ પુરૂષ ટ્રેન હોસ્ટ હાજ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.