Not Set/ ભાગેડુ વિજય માલ્યાને ઝટકો, લંડનની કોર્ટે પ્રત્યાર્પણ વિરુદ્વ અપાયેલી માલ્યાની અરજી ફગાવી

બેન્કોને આશરે 9,000 કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને લંડન ફરાર થઇ ગયેલો ભાગેડુ આર્થિક આરોપી વિજય માલ્યાને લંડનની કોર્ટે સોમવારે મોટો ઝટકો આપ્યો છે. રિપોર્ટ્સ અનુસાર માલ્યાના પ્રત્યાર્પણના આદેશ વિરુદ્વ અપાયેલી અરજીને કોર્ટે ફગાવી દીધી છે.  જો કે માલ્યા પાસે હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ છે પરંતુ તેમાં 6 સપ્તાહ સુધીનો સમય લાગી શકે છે. […]

Top Stories World Trending
Vijay Mallya ભાગેડુ વિજય માલ્યાને ઝટકો, લંડનની કોર્ટે પ્રત્યાર્પણ વિરુદ્વ અપાયેલી માલ્યાની અરજી ફગાવી

બેન્કોને આશરે 9,000 કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને લંડન ફરાર થઇ ગયેલો ભાગેડુ આર્થિક આરોપી વિજય માલ્યાને લંડનની કોર્ટે સોમવારે મોટો ઝટકો આપ્યો છે. રિપોર્ટ્સ અનુસાર માલ્યાના પ્રત્યાર્પણના આદેશ વિરુદ્વ અપાયેલી અરજીને કોર્ટે ફગાવી દીધી છે.  જો કે માલ્યા પાસે હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ છે પરંતુ તેમાં 6 સપ્તાહ સુધીનો સમય લાગી શકે છે.

અગાઉ માલ્યાએ પોતાના પ્રત્યાર્પણની બ્રિટિશ ગૃહમંત્રી સાજિદ જાવિદ દ્વારા અપાયેલી મંજૂરી વિરુદ્વ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જણાવી દઇએ કે ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બુથનોટે માલ્યાના પ્રત્યાર્પણની મંજૂરી આપતા તેના આદેશમાં કહ્યું હતું કે તેના વિરુદ્વ નાણાકીય છેતરપીંડીના પર્યાપ્ત પુરાવા છે અને પ્રથમ દૃષ્ટિએ માલ્યા બેંકો સાથે છેતરપીંડીમાં સામેલ હતા તેવું કોર્ટે ઠેરવ્યું હતું.