Not Set/ મુંબઈ : છેલ્લા ૫ વર્ષમાં ૧૮,૪૦૦ લોકોએ ટ્રેન દુર્ઘટનાઓમાં ગુમાવ્યા પોતાના જીવ, જુઓ આ આંકડા

મુંબઈ, આર્થિક રાજધાની મુંબઈમાં વસતા લોકો માટે લોકલ ટ્રેન લાઈફલાઈન તરીકે ઓળખાઈ છે. દિવસ દરમિયાન લાખો લોકો આ લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. જો કે આ રેલ્વેની મુસાફરી દરમિયાન લોકો કેટલીક દુર્ઘટનાઓનો શિકાર બનતા હોય છે અને પોતાના જીવ ગુમાવતા હોય છે, ત્યારે આ જ પ્રમાણે જાન્યુઆરી, ૨૦૧૩થી લઇ ઓગષ્ટ ૨૦૧૮ વચ્ચેના સમયગાળા દરમિયાન […]

Top Stories India Trending
26 Mumbai મુંબઈ : છેલ્લા ૫ વર્ષમાં ૧૮,૪૦૦ લોકોએ ટ્રેન દુર્ઘટનાઓમાં ગુમાવ્યા પોતાના જીવ, જુઓ આ આંકડા

મુંબઈ,

આર્થિક રાજધાની મુંબઈમાં વસતા લોકો માટે લોકલ ટ્રેન લાઈફલાઈન તરીકે ઓળખાઈ છે. દિવસ દરમિયાન લાખો લોકો આ લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. જો કે આ રેલ્વેની મુસાફરી દરમિયાન લોકો કેટલીક દુર્ઘટનાઓનો શિકાર બનતા હોય છે અને પોતાના જીવ ગુમાવતા હોય છે, ત્યારે આ જ પ્રમાણે જાન્યુઆરી, ૨૦૧૩થી લઇ ઓગષ્ટ ૨૦૧૮ વચ્ચેના સમયગાળા દરમિયાન રેલ્વેની અલગ અલગ ઘટનાઓમાં પોતાના જીવ ગુમાવેલા લોકોનો એલ આંકડો બહાર આવ્યો છે.

maxresdefault 1 મુંબઈ : છેલ્લા ૫ વર્ષમાં ૧૮,૪૦૦ લોકોએ ટ્રેન દુર્ઘટનાઓમાં ગુમાવ્યા પોતાના જીવ, જુઓ આ આંકડા
national-over-eighteen-thousand-four-hundread-people-died-between-2013-18-train-mishaps-mumbai-rti

એક RTI (રાઈટ ટુ ઇન્ફર્મેશન)ના જવાબમાં ખુલાસો થયો છે કે, છેલ્લા પાંચ દરમિયાન ૧૮,૪૨૩ લોકોના ટ્રેન દુર્ઘટનાઓમાં મોત થયા છે, જયારે ૧૮,૮૪૭ લોકો ઘાયલ થયા છે.

RTIમાં સામે આવેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૧૩માં ૩૫૦૬ લોકો, ૨૦૧૪માં ૩૪૨૩ લોકો, ૨૦૧૫માં ૩૩૦૪ લોકો તેમજ ૨૦૧૬માં ૩૨૦૨ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જયારે વર્ષ ૨૦૧૭માં આ આંકડો ઘટીને ૩૦૧૪ થયો છે. ચાલુ વર્ષના આઠ મહિનાની વાત કરવામાં આવે તો, અત્યારસુધીમાં ૧૯૭૪ લોકોના મોત થયા છે.

625756 mumbai accident મુંબઈ : છેલ્લા ૫ વર્ષમાં ૧૮,૪૦૦ લોકોએ ટ્રેન દુર્ઘટનાઓમાં ગુમાવ્યા પોતાના જીવ, જુઓ આ આંકડા
national-over-eighteen-thousand-four-hundread-people-died-between-2013-18-train-mishaps-mumbai-rti

RTI એક્ટિવિસ્ટ શકીલ અહેમદ દ્વારા માંગવામાં આવેલી માહિતીમાં મુંબઈ રેલ્વે પોલીસ દ્વારા જણાવાવમાં આવ્યું છે કે, “આ રેલ્વે ઘટનાઓ યાત્રીઓના ટ્રેનમાંથી પડી જવા, રેલ્વે ટ્રેક પાર કરતી વખતે કે રેલ્વેના કોચની ઉપર ચઢવાના કારણે થાય છે”.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, “રેલ્વેએ રેલવેના ટ્રેક પર થનારી ઘટનાઓને રોકવા માટે રેલ્વે તંત્ર દ્વારા જરુરી પગલાઓ ઉઠાવવા જોઈએ. આ મામલાઓમાં રેલ્વે બોમ્બે હાઇકોર્ટના આદેશોનું પાલન કરાતું નથી. આ સંખ્યાઓ ત્યાત્રે જ ઘટશે જયારે રેલ્વેના અધિકારીઓને પણ ટ્રેનોમાં મુસાફરી કરે”.