Political/ ‘PM Cares Fund’ ને લઇને રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યો કટાક્ષ

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને લોકસભાનાં સાંસદ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કોરોના વાયરસ રોગચાળા દરમિયાન બનાવવામાં આવેલા પીએમ કેર્સ ફંડ અંગે ટીકા કરી છે….

Top Stories India
zzas 19 'PM Cares Fund' ને લઇને રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યો કટાક્ષ

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને લોકસભાનાં સાંસદ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કોરોના વાયરસ રોગચાળા દરમિયાન બનાવવામાં આવેલા પીએમ કેર્સ ફંડ અંગે ટીકા કરી છે. જણાવી દઇએ કે, તાજેતરમાં એક અહેવાલ બહાર આવ્યો જેમાં જણાવાયું છે કે, પીએમ કેર્સ ફંડનાં દસ્તાવેજોમાં વિરોધાભાસ છે અને પીએમ કેર્સ ફંડ સરકારી છે કે ખાનગી તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પીએમ કેર્સ ફંડનાં દસ્તાવેજોમાં તે ખાનગી સંસ્થા તરીકે લખવામાં આવ્યું છે. આ અહેવાલથી જ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરી લીધા છે.

રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી પર કટાક્ષ કરતાં કહ્યું છે કે, ‘પીએમ કેર્સ- લેટ્સ ટ્રાન્સપરન્સીને વડક્કમ.’ આપને જણાવી દઇએ કે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ પીએમ કેર્સ ફંડને એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, આ ફંડ ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ટ્રસ્ટનાં દસ્તાવેજોમાં એક જગ્યાએ લખેલુ છે કે તેના પર ન તો સરકારની માલિકી છે કે ન સરકારનાં કોઈ પણ ભાગ પર નિયંત્રણ છે. આવી સ્થિતિમાં પીએમ કેર્સ ફંડનાં દસ્તાવેજોમાં વિરોધાભાસની વાત કરવામાં આવી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાયરસ રોગચાળાને પહોંચી વળવા આ વર્ષે 27 માર્ચે પીએમ કેર્સ ફંડની રચના કરી હતી. કોંગ્રેસ પહેલા પણ પીએમ કેર્સ ફંડ અંગે સવાલો ઉઠાવતું રહ્યું છે કે જ્યારે દેશમાં પહેલેથી જ વડા પ્રધાન રાહત ભંડોળ છે, તો પછી પીએમ કેર્સ ફંડ કેમ બનાવવામાં આવ્યું. આ અહેવાલ બહાર આવ્યા બાદ કોંગ્રેસે ફરી એક વખત પીએમ કેર્સ ફંડને લઈને વડા પ્રધાન મોદી પર પ્રહાર કર્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો