Gandhinagar/ આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વય થી જ આગળ વધી શકાય :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વય થી જ આગળ વધી શકાય :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Top Stories Gujarat Others
corona ૧૧૧૧ 43 આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વય થી જ આગળ વધી શકાય :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
@સોનલ અનડકટ, અમદાવાદ 
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી નો પદવીદાન સમારોહ ગાંધીનગર માં યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ની હાજરી માં મળેલા પદવીદાન સમારોહમાં 132 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 51 વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
સમારોહને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ જણાવ્યું કે, આધ્યાત્મિકતા અને આધુનિકતા ના સમન્વય થી જ આગળ વધી શકાય છે. ટેકનોલોજી નો યુગ છે ત્યારે પદવી મેળવનાર વિદ્યાર્થીઓ મહેનત થી પદવી ને સાર્થક કરે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રણ S સાથે આગળ વધવાનું જણાવતા ઉમેર્યું કે સ્પીડ, સ્કેલ અને સેન્સિટિવિટીને સાથે રાખીને ચાલવું જોઈએ. જીટિયું માં પણ હવે વિદેશી વિદ્યાર્થીઓ ભણે છે ત્યારે આવનારા દિવસો ભારતના છે અને ગુજરાત ભારતનું રોલ મોડેલ છે. જીટીયુ નો યુવાન જોબ સિકર નહિ પણ જોબ ગિવર બને તે જરૂરી હોવાનુ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું.

Business / વૈશ્વિક મહામારી કોરોનાના કહેર વચ્ચે પણ 2020 માં ચીનની અર્થવ્…

Covid-19 / એક જ શાળાની 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ, વાલીઓમાં ચિંતાન…

Weather / હવામાન વિભાગની આગાહી, આગામી સમયમાં ગુજરાતમાં પડી શકે માવઠું…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…