Not Set/ ચીની હેકર્સોએ અમેરિકી નેવીના ગુપ્ત ડેટાની કરી ચોરી: રીપોર્ટ

વોશિંગ્ટન, ચીની હેકર્સોએ અમેરિકી નેવીના ખાનગી ડેટા ચોરી કર્યા હોવાના અહેવાલ છે. આ ડેટામાં દરિયાઈ યુદ્ધની યોજનાઓ અને સબમરીનથી છોડવામાં આવતી નવી એન્ટી શિપ મિસાઈલ બનાવવાનો પણ પ્લાન છે. એક મીડિયા રિપોર્ટમાં આ મુજબનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યા મુજબ ચીનના હેકર્સે આ વર્ષે જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે અમેરિકાના 614 જીબી ડેટાની ચોરી કરી […]

Top Stories World
171112 axe navy lede ug9lzh ચીની હેકર્સોએ અમેરિકી નેવીના ગુપ્ત ડેટાની કરી ચોરી: રીપોર્ટ

વોશિંગ્ટન,

ચીની હેકર્સોઅમેરિકી નેવીના ખાનગી ડેટા ચોરી કર્યા હોવાના અહેવાલ છે. આ ડેટામાં દરિયાઈ યુદ્ધની યોજનાઓ અને સબમરીનથી છોડવામાં આવતી નવી એન્ટી શિપ મિસાઈલ બનાવવાનો પણ પ્લાન છે. એક મીડિયા રિપોર્ટમાં આ મુજબનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.

વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યા મુજબ ચીનના હેકર્સે આ વર્ષે જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે અમેરિકાના 614 જીબી ડેટાની ચોરી કરી છે. તેમાં એન્ટી શિપ મિસાઈલ બનાવવાનો પ્લાન પણ શામેલ છે. અમેરિકી સબમરીનમાં આ મિસાઈલ 2020 સુધી લગાવવાનો પ્લાન છે. એક અમેરિકી ઓફિસરના જણાવ્યા મુજબ હેકર્સે એક ખાનગી પ્રોજેક્ટ (સી ડ્રેગન), સિગ્નલ-સેંસર ડેટા, સબમરીન રેડિયો રુમ અને ડેવલપમેન્ટ યૂનિટના ડેટાની ચોરી કરી છે.

subamrino estadounidense ચીની હેકર્સોએ અમેરિકી નેવીના ગુપ્ત ડેટાની કરી ચોરી: રીપોર્ટ
ચીની હેકર્સે જે કોમ્પ્યૂટરમાંથી આ ડેટાની ચોરી કરી છે તે એક કોન્ટ્રાક્ટરનું છે. વોશિંગ્ટન પોસ્ટે તે કોન્ટ્રાક્ટરના નામનો ખુલાસો કર્યો નથી.

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ અમેરિકા હંમેશા લશ્કરી ટેક્નોલોજીમાં અગ્રેસર રહ્યું છે. ચીન છેલ્લા કેટલાય સમયથી ડેટા ચોરી કરી રહ્યું છે અને અમેરિકા તેને રોકવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ચીન પૂર્વ અશિયામાં સૌથી મોટી તાકાત બનવા માગે છે.

બીજી બાજુ અમેરિકા ઉત્તર કોરિયાને રોકવા માટે ચીનનું સમર્થન ઈચ્છે છે. ત્યાં વેપાર અને રક્ષા મામલે અમેરિકા અને ચીન વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.

The Great Hack Web ચીની હેકર્સોએ અમેરિકી નેવીના ગુપ્ત ડેટાની કરી ચોરી: રીપોર્ટ

ડેટા ચોરીની ખબર સામે આવ્યા બાદ અમેરિકી રક્ષા મંત્રાલયના ઈન્સપેક્ટર જનરલ ઓફિસરે જણાવ્યું છે કે, રક્ષા મંત્રી જેમ્સ મેટિસે કોન્ટ્રાક્ટર સાઈબર સિક્યુરિટી વિવાદનો રિવ્યુ કરવાનું કહ્યું છે.ઓફિસરોનું કહેવું છે કે- નેવી, ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન (એફબીઆઈ)ની મદદથી સમગ્ર કેસની તપાસ કરી રહી છે.

ચીની હેકર્સ ઘણાં વર્ષોથી લશ્કરી માહિતી ચોરતા રહ્યા છે. પેંટાગોનના જણાવ્યા પ્રમાણે ચીની હેકર્સ પહેલાં પણ F-35 લડાકુ વિમાન, પીએસી-3 મિસાઈલ સિસ્ટમ સહિત ઘણા ખાનગી પ્રોજેક્ટની માહિતી ચોરી ચૂક્યા છે. અમેરિકાએ ગયા સપ્તાહે જ ચીનની સાથે પ્રશાંત મહાસાગરના સંયુક્ત યુદ્ધાભ્યાસના આમંત્રણને પરત લઇ લીધું છે.