Not Set/ બિહારના “શિક્ષણ બોર્ડ” દ્વારા જે પ્રમાણે પરિણામમાં કરાયા છબરડા, તે જોઇને તમે પણ રહી જશો દંગ, વાંચો

પટના, છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેતું બિહારનું શિક્ષણ બોર્ડ વધુ એકવાર છબરડાના કારણે ચર્ચામાં છે. હાલમાં રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધો. ૧૨ના પરિણામ બાદ હવે વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે, “તેઓને કુલ ટોટલ કરતા વધારે ગુણ મેળવ્યા છે”. જયારે અન્ય વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે, “તેઓને એ પેપરમાં પણ નંબર મળ્યા છે, જે […]

India Trending
bihar education board... બિહારના "શિક્ષણ બોર્ડ" દ્વારા જે પ્રમાણે પરિણામમાં કરાયા છબરડા, તે જોઇને તમે પણ રહી જશો દંગ, વાંચો

પટના,

છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેતું બિહારનું શિક્ષણ બોર્ડ વધુ એકવાર છબરડાના કારણે ચર્ચામાં છે. હાલમાં રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધો. ૧૨ના પરિણામ બાદ હવે વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે, “તેઓને કુલ ટોટલ કરતા વધારે ગુણ મેળવ્યા છે”.

જયારે અન્ય વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે, “તેઓને એ પેપરમાં પણ નંબર મળ્યા છે, જે પેપરની એક્ઝામ તેઓએ આપી જ નથી”.

અરવલ જિલ્લાના રહેવાસી ભીમ કુમાર નામક નામના એક વિદ્યાર્થીને ગણિતના થિયરીના પેપરમાં કુલ ૩૫ માંથી ૩૮ ગુણ પ્રાપ્ત થયા છે, જયારે ઓબ્જેક્ટિવ પ્રશ્નોના પેપરમાં કુલ ૩૫ માંથી ૩૭ માર્કસ હાંસલ થયા છે.

ભીમ કુમારે જણાવ્યું, “હું આશ્ચર્યચકિત છું, કારણ કે રાજ્યની બોર્ડની પરીક્ષામાં આ પ્રકારના છબરડા થતા હોય છે.

જયારે પૂર્વ ચંપારણ જિલ્લાના રહેવાસી સંદીપ રાજને ભૌતિક વિજ્ઞાનના થિયરી પેપરમાં ૩૫ માંથી ૩૮ ગુણ મેળવ્યા છે. તેઓએ કહ્યું, “આ કેવી રીતે સંભવ છે”. મને અંગ્રેજી અને રાષ્ટ્રભાષાના ઓબ્જેક્ટિવ પ્રશ્નોના પેપરમાં માર્કસ મળ્યા છે.

કઈક આ જ પ્રકારની વાત દરભંગાના રાહુલ કુમારની છે, ગણિતના ઓબ્જેક્ટિવ પેપરમાં કુલ ૩૫ માંથી ૪૦ ગુણ મેળવ્યા છે.

આ જ પ્રકારે વૈશાલીની જ્હાનવી સિંહને બાયોલોજીના પેપરમાં ૧૮ માર્કસ પ્રાપ્ત થયા છે, પરંતુ આ વિધાર્થીનીનો દાવો છે કે, તેણીએ બાયોલોજીનું પેપર આપ્યું જ નથી. આ ઉપરાંત પરીક્ષાનું પેપર નહિ આપીને પણ પટનાના સત્યા કુમારને પણ આ જ પ્રકારે ગુણ મળ્યા છે.

મહત્વનું છે કે, આજથી બે વર્ષ પહેલા સામે આવેલા ટોપર ગોટાળા બાદ હવે બિહારનું શિક્ષણ બોર્ડ વધુ એકવાર પોતાના છબરડાના કારણે ચર્ચામાં છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, શિક્ષણ બોર્ડના અધિકારીઓ દ્વારા વિધાર્થીઓના ભણતર સાથે જે પ્રમાણે ચેડા કરવામાં આવી રહ્યા છે તે અંગે સરકાર દ્વારા કયા પ્રકારના શિક્ષાત્મક પગલા ભરવામાં આવી શકે છે.