Not Set/ ઓસ્ટ્રિયામાં મહિને 15 લાખ રૂપિયા ભાડું આપીને રહેતા રાજદૂતને ભારતે પરત બોલાવ્યા

ભારતે ઓસ્ટ્રિયામાં રાજદૂત તરીકે પોસ્ટ કરાયેલ રેનુ પાલને દેશમાં પરત બોલાવી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે, રેનુએ તેના નામે 15 લાખ રૂપિયાનો એપાર્ટમેન્ટ ભાડે લીધો હતો. વિદેશ મંત્રાલયે નોંધ્યુ કે તેમણે સરકારી ફંડમાં ઘણી પ્રકારની અનિયમિતતાઓ આચરી અને તેના પર નાણાકીય હેરાફેરીનો પણ આરોપ મુકવામા આવ્યો છે. રેનુ પાલ 1988 ની બેચનાં વિદેશી […]

Top Stories India
Renu Pall ઓસ્ટ્રિયામાં મહિને 15 લાખ રૂપિયા ભાડું આપીને રહેતા રાજદૂતને ભારતે પરત બોલાવ્યા

ભારતે ઓસ્ટ્રિયામાં રાજદૂત તરીકે પોસ્ટ કરાયેલ રેનુ પાલને દેશમાં પરત બોલાવી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે, રેનુએ તેના નામે 15 લાખ રૂપિયાનો એપાર્ટમેન્ટ ભાડે લીધો હતો. વિદેશ મંત્રાલયે નોંધ્યુ કે તેમણે સરકારી ફંડમાં ઘણી પ્રકારની અનિયમિતતાઓ આચરી અને તેના પર નાણાકીય હેરાફેરીનો પણ આરોપ મુકવામા આવ્યો છે.

રેનુ પાલ 1988 ની બેચનાં વિદેશી સેવાનાં અધિકારી છે અને આવતા મહિનામાં ઓસ્ટ્રિયામાં તેમનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો હતો. આ સમગ્ર મામલાની તપાસ કેન્દ્રીય તકેદારી આયોગ (સીવીસી) અને વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહી છે. આ તપાસમાં જાણવા મળ્યું કે, તેમણે મંત્રાલયની પરવાનગી લીધા વિના સરકારી આવાસો પર કરોડો રૂપિયાની કમાણી કરી હતી.

સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, રાજદ્વારી વેટ રિફંડ અને વિવિધ પ્રકારની સરકારી મંજૂરીનાં નામે છેતરપિંડી કરી રહ્યા હતા. મુખ્ય વિજિલન્સ અધિકારીની આગેવાની હેઠળની ટીમ સપ્ટેમ્બરમાં વિયેના ગઈ હતી અને ટીમે તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. સીવીસીને આપેલા અહેવાલમાં ટીમ તરફથી પહેલીવાર આર્થિક અનિયમિતતાની પુષ્ટિ કરવામાં આવી છે.

આ ઉપરાંત ભંડોળનો દુરૂપયોગ અને નિયમોનું ઉલ્લંઘન પણ કરાયું છે. 9 ડિસેમ્બરે, મંત્રાલયે રેનુ પાલનની હેડક્વાર્ટ્સમાં બદલી કરી દીધી હતી. વળી, રાજદૂતની બધી સત્તાઓ પણ તેમની પાસેથી પાછી ખેંચી લેવામાં આવી હતી. પાલ રવિવારે સાંજે વિયેનાથી પરત આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.