Banas Dairy/ બનાસ ડેરી ખાતે 55મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, લેવાયા આ નિર્ણયો

બનાસકાંઠાના પાલનપુરમાં બનાસ ડેરી ખાતે 55મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજ્ય મંત્રી જગદિશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા

Top Stories Gujarat
55th Annual General Meeting held at Banas Dairy, these decisions were taken

બનાસકાંઠાના પાલનપુરમાં બનાસ ડેરી ખાતે 55મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજ્ય મંત્રી જગદિશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં અધ્યક્ષ શંકર ચૌધરી અને અતિથિ વિશેષ જગદિશ વિશ્વકર્મા સાથે ડેરીમાં વધુ દુધ ઉત્ત્પાદન કરાવતી બહેનો દ્વારા દિપપ્રાગટ્ય કરાવામાં આવ્યું હતું. બનાસ ડેરી દ્વારા બનાવામાં આવેલી સૈનિક સ્કૂલનો શુભારંભ જગદિશ વિશ્વકર્માના હસ્તે કરવામાં આવ્યો હતો.

ગુજરાત વિધાનસભાના સ્પિકર અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત મળેલી આ બેઠકમાં વિવિધ વિષયો પર વાત થઈ હતી. જેમાં બનાસ ડેરીમાં પશુપાલકો માટે થયેલા કામ ઉપરાંત તેમને દુધમાં મળેલા ભાવ વધારા અંગે પણ શંકર ચૌધરી બોલ્યા હતા. તેમણે કહ્યું હતું કે વિશ્વમાં સૌથી વધુ દૂધનો ભાવ બનાસ ડેરી ચૂકવે છે.

પશુપાલકોને કુલ 1952.3 કરોડ રૂપિયાનો ભાવ વધારો આપવામાં આવ્યો છે. શંકર ચૌધરીએ સંબોધનમાં પ્રઘાનમંત્રીનો આભાર માનતા કેન્દ્રમાં જે સહકારીતા મંત્રાલયની શરૂઆત કરવામાં આવી છે. તેનો લાભ બનાસકાંઠાને થયાની વાત કહી હતી. બનાસ ડેરીમાં દુધ ઉત્પાદનમાં વધારાને લઈ શંકર ચૌધરીએ કહ્યુ હતું કે બધાના સહયોગથી 29 લાખ લિટર માંથી 72 લાખ લિટર દુધ ઉત્પાદન સુધી આપણે પહોંચ્યા છે. તથા છેલ્લા એક વર્ષમાં દુધને લગતી વિવિધ પ્રોડક્ટ પણ બનાસ ડેરી બનાવતી થઈ છે. બનાસ ડેરી પાસે દેશનો સૌથી ચીઝ પ્લાન્ટમોટો પ્લાન્ટ છે

આ પણ વાંચો:Pilot refused to fly/પાઈલટે અચાનક પ્લેન ઉડાડવાની ના પાડી, 3 સાંસદો સહિત 135 મુસાફરો ખરાબ રીતે ફસાયા; જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો:Big accident/અમદાવાદમાં નશાની હાલતમાં નબીરાઓ બેફામ ચલાવી રહ્યા છે કાર, ફરી એકવાર મોટો અકસ્માત ટળ્યો

આ પણ વાંચો:Rajkot Hirasar Airport/વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 27મી જુલાઈએ ગુજરાતના પ્રથમ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું લોકાર્પણ

આ પણ વાંચો:Surat/સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો, જાણો પાલિકાના ચોપડે કેટલા કેસ નોંધાયા