Big accident/ અમદાવાદમાં નશાની હાલતમાં નબીરાઓ બેફામ ચલાવી રહ્યા છે કાર, ફરી એકવાર મોટો અકસ્માત ટળ્યો

મણિનગરમાં મોડી રાત્રે નશામાં ધૂત કાર ચાલકે બાંકડા-દિવાલમાં ઘુસાડી દીધીઃ બાંકડા પર બેઠેલા ત્રણ શખ્સો ઉભા થઈને ભાગી ગયા નહિ તો……….

Top Stories Ahmedabad Gujarat
In Ahmedabad, drunk drivers are driving recklessly, once again a major accident is avoided

હજુ તો તાજેતરમાં બનેલી ઘટના ઇસ્કોન બ્રિજથી લોકો બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર આવો જ મોટો અકસ્માત થતા ટળ્યો છે. પરિવારજનના આંસુ હજુ સુકાયા નથી ત્યાં બીજા પરિવાર પણ આ કતારમાં જોડાયા હોત, તો તમને જણાવી દઈએ કે અમદાવાદમાં નબીરાના હાથમાં અપાયેલ વિહીક્લને લઇ ફરી એકવાર તેમની બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગની કરામત સામે આવી છે. નબીરાઓએ મણિનગરમાં દિવાલ સાથે કારને અથડાવી દીધી હતી. આ કારને દૂરથી આવતી જોઈને બેંચ પર બેઠેલા લોકો જીવ બચાવીને ભાગ્યા હતા. અન્યથા અમદાવાદમાં જેગ્વાર જેવો બીજો અકસ્માત થયો હોત. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ પલટી ગયેલી કારમાંથી મુસાફરો નશાની હાલતમાં બહાર આવ્યા હતા.

મણિપુર પોલીસે ત્રણ નબીરાઓ સામે દારૂ પીને વાહન ચલાવવાનો કેસ નોંધ્યો છે. કારમાં સવાર યુવકો ઈસનપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. દુર્ઘટનાગ્રસ્ત કારમાંથી બિયરની બોટલો પણ મળી આવી છે. આ સનસનાટીભર્યા અકસ્માત અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જેગ્વાર જેવી ઘટના મણિનગરના જવાહર ચોક પાસે બપોરે 12.30 કલાકે બની હતી. સદ્દનસીબે બેન્ચ પર બેઠેલા લોકોએ જોત જોતામાં સ્પીડમાં આવતી કારને જોઈ અને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી છુટ્યા હતા. અન્યથા જેગ્વાર કાર જેવો બીજો અકસ્માત થયો હોત. દારૂના નશામાં ચકચૂર નબીરાની કાર દિવાલ સાથે અથડાઈને પલટી ગઈ હતી. અને આ પલટી ગયેલી કારમાંથી મુસાફરો નશાની હાલતમાં બહાર નીકળી ગયા હતા.

કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ કાર પર લોહીના ડાઘ જોવા મળ્યા હતા. પોલીસે જણાવ્યું કે અકસ્માત સર્જનાર લોકો નશાની હાલતમાં હતા અને તેમની કારમાંથી બિયરની બોટલો મળી આવી હતી. આ ઘટનામાં પોલીસે દારૂ પીને વાહન ચલાવવાનો ગુનો નોંધ્યો છે. અકસ્માતને અંજામ આપનાર નબીરાવ ઈસનપુરનો રહેવાસી હતો અને કાંકરિયાથી આવી રહ્યો હતો. જાણવા મળ્યું છે કે આ કારમાં 3 લોકો હતા. અમદાવાદમાં જેગ્વાર કાર અકસ્માતમાં 10 લોકોના મોત પહેલા થાર કાર અકસ્માતનો ભોગ બની હતી. જે 16 વર્ષનો સગીર તેને ચલાવી રહ્યો હતો. નબીરાઓ દ્વારા વધુ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે.

આ પણ વાંચો:Rajkot Hirasar Airport/વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 27મી જુલાઈએ ગુજરાતના પ્રથમ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું લોકાર્પણ

આ પણ વાંચો:Surat/સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો, જાણો પાલિકાના ચોપડે કેટલા કેસ નોંધાયા