Porbandar/ અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ, કોસ્ટ ગાર્ડના જવાનો બન્યા દેવદૂત

ભારતીય સેનાના જવાનો હંમેશા મદદ માટે તૈયાર હોય છે. પોરબંદરના દરિયાકાંઠે 50 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં ભારતીય માછીમારી બોટ જય ભોલેના 5 ગુમ અને 2 ઘાયલ ક્રૂ મેમ્બર્સને…

Top Stories Gujarat Others
Porbandar Dildhadak Rescue

Porbandar Dildhadak Rescue: ભારતીય સેનાના જવાનો હંમેશા મદદ માટે તૈયાર હોય છે. પોરબંદરના દરિયાકાંઠે 50 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં ભારતીય માછીમારી બોટ જય ભોલેના 5 ગુમ અને 2 ઘાયલ ક્રૂ મેમ્બર્સને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.

કોસ્ટગાર્ડના મેરીટાઇમ રેસ્ક્યુ સબ સેન્ટર પોરબંદરને બાતમી મળી હતી કે દરિયામાં જય ભોલે નામની ફિશીંગ બોટમાં આગ લાગી છે. આ બોટ પોરબંદરના દરિયાકાંઠાથી 50 કિલોમીટર દૂર હતી. માહિતી મળતાની સાથે જ, કોસ્ટ ગાર્ડની પોરબંદર જિલ્લા કચેરીએ માહિતીની આપ-લે કરી અને તેના ઇન્ટરસેપ્ટર વર્ગના જહાજો C-161 અને C-156ને સ્થળ પર રવાના કર્યા. સાત ક્રૂમાંથી બેને નજીકમાં ચાલતી નાની બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને અન્ય પાંચ ગુમ હતા. આ પછી, કોસ્ટ ગાર્ડે ભારે દરિયાઈ પવન વચ્ચે બે કલાકની જહેમત બાદ ગુમ થયેલા પાંચ લોકોને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કર્યા હતા. પાંચેય ટીમને બપોરે 1 કલાકે પોરબંદર લાવવામાં આવી હતી.

કોસ્ટ ગાર્ડે બચાવેલા બે ક્રૂમાંથી એક ગંભીર રીતે ઘાયલ જોવા મળ્યો હતો. ઘાયલ ક્રૂને ICG જહાજ C-161માં લઈ જવામાં આવ્યા હતા. ICG ટીમ દ્વારા દરિયામાં પ્રાથમિક તબીબી સારવાર બાદ ક્રૂને વધુ સારવાર માટે પોરબંદર લાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ભારતીય કોસ્ટ ગાર્ડે છેલ્લા 8 મહિનામાં ગુજરાતના દરિયામાં 60 લોકોના જીવ બચાવ્યા છે.

આ પણ વાંચો: Cricket/અકસ્માત બાદ પ્રથમવાર ઋષભ પંતની પ્રતિક્રિયા આવી સામે, માન્યો બધાનો આભાર

આ પણ વાંચો: National Executive meeting/ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં 2024નો પ્લાન, જીતવા માટે કરવું પડશે આ કામ

આ પણ વાંચો: Cricket/સુનીલ ગાવસ્કરની ભવિષ્યવાણીથી સનસનાટી, આ ખેલાડી તોડશે સચિન તેંડુલકરનો રેકોર્ડ